રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે, આ ટ્રેક પર હાલ ટ્રેન પણ દોડવા લાગી છે ત્યારે રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી માટે રેલવેએ 16 જેટલા મોટા અને 163 જેટલા નાના બ્રિજ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ડબલ ટ્રેકને પગલે રાજકોટના જંક્શન રેલવે સ્ટેશન ઉપર પાંચમું પ્લેટફોર્મ પણ બનાવવામાં આવી રહ્યું છે.
જેમાં 24 કોચની ટ્રેન ઊભી રહી શકે તે પ્રકારની સુવિધા અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ આ નવા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી તેજગતિમાં ચાલી રહી છે. રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ચાર પ્લેટફોર્મ હાલ કાર્યરત છે અને આ પાંચમું પ્લેટફોર્મ બની રહ્યું છે.
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક બનાવવા રેલવેએ 16 જેટલા મોટા બ્રિજ અને 163 જેટલા નાના બ્રિજ એટલે કે અન્ડરપાસ બનાવ્યા હતા. આ ડબલ ટ્રેક તૈયાર થઇ જવાથી સૌથી વધુ ફાયદો યાત્રિકોને થશે. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનો 1056.11 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોની 30થી 45 મિનિટનો સમય બચશે. અત્યાર સુધી એક જ ટ્રેક ઉપર સૌથી વધુ ભારણ રહેતું હતું તેના બદલે હવે ડબલ ટ્રેક થઇ જવાથી ટ્રેક ઉપરનું ભારણ પણ ઘટશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.