તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Railways Became Champions For The 12th Time Under The Captaincy Of Mithali Raj, The Final Match Was Played Between Railways And Jharkhand At Khanderi Stadium

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મિતાલી રાજની કેપ્ટનશીપમાં રેલવે 12મી વખત બન્યું ચેમ્પિયન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે રેલવે અને ઝારખંડ વચ્ચે રમાઇ હતી ફાઇનલ મેચ

રાજકોટ14 દિવસ પહેલા
અણનમ ભાગીદારી કરી ટીમની જીત સુનિશ્ચિત બનાવી હતી.
  • રાજકોટમાં રમાયેલા સિનિયર વિમેન્સ વન-ડે ટૂર્નામેન્ટના ફાઈનલમાં રેલવેનો 7 વિકેટે વિજય
  • મિતાલી સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર

મિતાલી રાજની આગેવાનીમાં રેલવેએ મહિલા સિનિયર વન-ડે ટ્રોફી જીતી લીધી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયેલા ફાઈનલ મુકાબલામાં રેલવેએ ઝારખંડને 7 વિકેટે હરાવ્યું છે. રેલવેએ રેકોર્ડબ્રેક 12મી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. ટૂર્નામેન્ટની આ 14મી સીઝન હતી અને રેલવેની ટીમ 12મી વખત ચેમ્પિયન બની છે. પાછલા વર્ષે કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ રમાઈ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે મિતાલી રાજ સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર છે.

બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી
ફાઈનલ મેચમાં રેલવેએ 168 રનના લક્ષ્યાંકને 37 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રેલવે ટીમના કેપ્ટન મિતાલી રાજને બેટિંગની તક મળી નહોતી. પૂનમ રાઉતે 94 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ છે. આ ઉપરાંત સ્નેહ રાણાએ 22 બોલમાં અણનમ 34 રન ફટકારીને ટીમને લક્ષ્યાંકની નજીક પહોંચાડી દીધી હતી. લક્ષ્યાંકનો પીછો કરતાં રેલવે તરફથી ઓપનિંગ બેટસમેન એસ.મેઘના (53 રન) અને પૂનમ રાઉતે બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી.

ઓફ સ્પિનરે 34 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી
ઓફ સ્પિનરે 34 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી

ઓફ સ્પિનરે 34 રન આપીને ત્રણ વિકેટ મેળવી
આ પછી સ્નેહએ મોના મેશ્રામ (અણનમ 19 રન) સાથે 45 રનની અણનમ ભાગીદારી કરી ટીમની જીત સુનિશ્ચિત બનાવી હતી. સ્નેહે ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. તાબડતોબ ઈનિંગ રમવા સાથે સ્નેહ રાણા રેલવેની સૌથી સફળ બોલર પણ રહી હતી. આ ઓફ સ્પિનરે 34 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.

અણનમ ભાગીદારી કરી ટીમની જીત સુનિશ્ચિત બનાવી હતી.
અણનમ ભાગીદારી કરી ટીમની જીત સુનિશ્ચિત બનાવી હતી.

6 બેટસવિમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા
ઝારખંડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમના 6 બેટસવિમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ઝારખંડ વતી ઈન્દ્રાણી રોયે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મની નિહારીકાએ અણનમ 39 અને દુર્ગા મુર્મુએ 31 રનનું યોગદાન આપ્યું હતું. 30 રને 3 વિકેટ ગુમાવનારી ઝારખંડની ટીમે અંતિમ પાંચ વિકેટ 37 રનની અંદર જ ગુમાવી દીધી હતી. રેલવે માટે સ્નેહ ઉપરાંત એકતા બિસ્ટ અને મેઘનાસિંહે બે-બે વિકેટ મેળવી હતી. પૂનમ યાદવ અને સ્વાગતિકા રથે એક-એક વિકે મેળવી હતી.

મિતાલી સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર
મિતાલી સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો