વિરોધ / DA અટકાવવા મુદ્દે રેલ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

Rail workers protested by wearing black belts on the issue of stopping DA
X
Rail workers protested by wearing black belts on the issue of stopping DA

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

રાજકોટ. લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જીવનજરૂરી અને તબીબી વસ્તુઓ મોકલવામાં મહત્વનો રોલ અદા કરનાર રેલવેના કર્મચારીઓના ડીએ જુલાઈ સુધી સરકારે ફ્રિઝ કરી દેવા સામે રાજકોટના વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાનીમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે લોકડાઉન દરમિયાન સરકારે કામદારો વિરુદ્ધ લીધેલા પગલાંઓ જેવા કે ટ્રેડ યુનિયન એક્ટ નિષ્ક્રિય કરવા, અનેક મજૂર કાયદા હંગામી ધોરણે કાઢી નાખવા, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ અને કામદારોનું શોષણ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે અનેક રેલ કર્મીઓ હાજર રહ્યા હતા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી