તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:રાજકોટમાં આરોગ્ય વિભાગના ખાદ્યતેલ અને ઘીના વેપારી પર દરોડા, તેલના 395 ડબ્બા અને અમુલ ઘીના 20 ડબ્બા સીઝ કર્યા

રાજકોટએક મહિનો પહેલા
ખાદ્યતેલના ડબ્બા અને ઘીના ડબ્બા સીઝ કર્યા.
  • સનફ્લાવર તેલના નામે પામ તેલ અને અમુલ ઘીના બદલે નકલી ઘી વેચાતું હોવાની બાતમી મળી હતી

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મસમોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સોનિયા ટ્રેડર્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કામગીરી અંતર્ગત સનફ્લાવર તેલના નામે પામ તેલ વેચાતું હોવાની અને અમુલ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થતું હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. આથી આરોગ્ય વિભાગે દરોડા પાડી 395 ડબ્બા અને ઘીના 20 ડબ્બા સીઝ કર્યા છે.

અગાઉ પણ આ વેપારી નકલી જથ્થો વેચવા અંગે ઝડપાયા હતા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેલના 395 જેટલા ડબ્બા તેમજ અમુલ ઘીના 20 જેટલા ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 9 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સોનિયા ટ્રેડર્સના સંચાલકો ડુપ્લિકેટ જથ્થો વેચવા બાબતે ઝડપાય ચૂક્યા છે. આ દરમિયાન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ પરીક્ષણ દરમિયાન ફેઈલ રહ્યા હતા. આ બાબતે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

જૂના માર્કેટિંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાં દરોડા પાડ્યા.
જૂના માર્કેટિંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાં દરોડા પાડ્યા.

કુલ 9. 28,750 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
આજરોજ પણ ઘી અને તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તેલના 395 ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે જેની કિંમત 8,08,750 અને ઘીના 20 ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે તેની કિંમત 1,20,000 જેટલી થાય છે. એટલે કે કુલ 9,28,750 રૂપિયા થાય છે.