DB ઇમ્પેક્ટ:રાજકોટ પોલીસે તાડબતોડ બોસ સ્પામાં દરોડો પાડ્યો, અજુગતું ન લાગ્યાનું કહ્યું, રિસેપ્શનિસ્ટ ચોખ્ખું કહે છે કે અન્ય સર્વિસમાં કંઈ ઘટશે નહીં, શું પોલીસની મિલીભગત?

રાજકોટ2 મહિનો પહેલા
દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ સફાળી જાગી અને બોસ સ્પામાં દરોડો પાડ્યો.
  • પોલીસ દ્વારા સ્પામાં 5 લોકોનો સ્ટાફ હોવાનું કહેવામાં આવ્યું હતું
  • પણ રિસેપ્શનિસ્ટે ગ્રાહકને 6થી વધુ સ્ટેટનો સ્ટાફ હોવાનું જણાવ્યું હતું

રાજકોટ સ્પામાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે દિવ્યભાસ્કરના અહેવાલના પડઘા પડ્યા છે. દિવ્યભાસ્કરના અહેવાલ બાદ રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાબડતોબ બોસ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સમયે સ્પાના સંચાલક પાસેથી ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા. જોકે આ સમયે પોલીસને કંઈ અજુગતું લાગ્યું નહોતું, પરંતુ આ ઓડિયો-ક્લિપ પર રિસેપ્શનિસ્ટ દ્વારા અન્ય સર્વિસમાં કંઇ ઘટશે નહીં એવું ગ્રાહકને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી રહ્યું છે, જેના પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે સ્પામાં ચાલતા ગોરખધંધામાં પોલીસની મિલીભગત હોઇ શકે.

રિસેપ્શનિસ્ટ ગ્રાહકને કોલ કરી અલગ અલગ સ્ટેટનો 6થી વધુ સ્ટાફ હોવાનું જણાવ્યું
રાજકોટનો પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની સામે IDFC ફર્સ્ટ બેન્કની બાજુમાં બોસ સ્પા આવેલું છે. અહીં સ્પાની આડમાં ગોરખધંધા કરવામાં આવતા હોવાનો પુરાવા સાથે અહેવાલ દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. બાદમાં રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટાફ દરોડો કરી સ્પા ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હતું. જોકે આ દરમિયાન કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ મળી આવી ન હતી અને સ્પામાં 5 લોકોનો સ્ટાફ હોવાનું કહેવામાં આવ્યું હતું. જેમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રિસેપ્શનિસ્ટ ગ્રાહકને કોલ કરી અલગ અલગ સ્ટેટનો 6થી વધુ સ્ટાફ હોવાનું જણાવ્યું હતું.

માલવિયાનગર પોલીસે દરોડો દરમિયાન ડોક્યુમેન્ટ ચકાસ્યા.
માલવિયાનગર પોલીસે દરોડો દરમિયાન ડોક્યુમેન્ટ ચકાસ્યા.

ડમી ગ્રાહક તરીકે બીજી એક ઓડિયો-ક્લિપ સામે આવી
જોકે એક વ્યક્તિએ ડમી ગ્રાહક બની રિસેપ્શનિસ્ટ સાથે વાત કરી તો એમાં પણ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ઓડિયો-ક્લિપ પણ દિવ્યભાસ્કર પાસે આવી છે, જેમાં સ્પષ્ટ જણાય છે કે એમાં રિસેપ્શનિસ્ટ બીજી સર્વિસ મળશે અને એમાં કંઇ ઘટશે નહીં કહી ડમી ગ્રાહકને ફોર્સ કરી બોલાવવામાં આવી રહ્યા છે. શું છે એની વાતચીત અક્ષરશઃ વર્ણન આ મુજબ છે.

રિસેપ્શનિસ્ટ: ક્યારે આવશો.

ડમી ગ્રાહક: એક કલાક જેવું થશે.

રિસેપ્શનિસ્ટ: 6.16 થયા છે, 7.30 સુધી આવી જાઓ.

ડમી ગ્રાહક: આ સ્ટાફ રેગ્યુલર છે તો ખોટી ટ્રાય કરવી નહીં.

રિસેપ્શનિસ્ટ: ના ના, રેગ્યુલર જ છે.

ડમી ગ્રાહક: બીજું કંઈ છે?

રિસેપ્શનિસ્ટ: તમને કંઈ ઘટે નહીં, આવી જાઓ.

ડમી ગ્રાહક: બીજી સર્વિસ છે કે?

રિસેપ્શનિસ્ટ: સર તમે આવી જાઓ, ઘટે નહીં.

ડમી ગ્રાહક: કહો તો ધક્કો ખાવ, ઘટે નહીં ઘટે નહીં.

રિસેપ્શનિસ્ટ: અત્યારે પરમિશન છે, તમે આવી જાઓ.

ડમી ગ્રાહક: અત્યારે બહુ કડક છે, એટલે બીક લાગે, ચોખવટ કરો તો ધક્કો ખાવ.

રિસેપ્શનિસ્ટ: 7.30 સુધી આવી જાઓ, ધક્કો નહીં થાય.

ડમી ગ્રાહક: દરરોજ સમાચારમાં આવે છે સ્પામાં દરોડા.

રિસેપ્શનિસ્ટ: એટલે જ કહું છું, તમે 8 વાગ્યા સુધીમાં આવી જાઓ, પ્રોબ્લેમ નહીં આવે.

ડમી ગ્રાહક: આજનું રેવા દ્યો, કાલે આવીશ.

રિસેપ્શનિસ્ટ: કાલનું નહીં, એમાં એવું છે દિવસના વધારે ઇસ્યુ હોય, સવારે 11.30 સુધી આવો તો પ્રોબ્લેમ ન આવે.

ડમી ગ્રાહક: રેટ શું છે?

રિસેપ્શનિસ્ટ: 1200 રૂપિયાથી સ્ટાર્ટ થાય, સ્ટાફ મસ્તીનો છે, એમાં ઘટે નહીં.

રિસેપ્શનિસ્ટ: ઓલા અલગથી થશેને, બીજું જે કંઈ હોય.

રિસેપ્શનિસ્ટ: હા, એ અલગ થશે.

ડમી ગ્રાહક: એના અંદાજે કેટલા ?

રિસેપ્શનિસ્ટ: નો આઈડિયા.

દિવ્યભાસ્કરના આ અહેવાલથી પડઘા પડ્યા, સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં સ્પાના નામે ગોરખધંધા? રિસેપ્શનિસ્ટે ગ્રાહકને કહ્યું- સર્વિસમાં મસ્તીનો સ્ટાફ છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે

બોસમાં સ્પાના નામે ગોરખધંધો?
બોસમાં સ્પાના નામે ગોરખધંધો?

દરોડા દરમિયાન રિસેપ્શનિસ્ટ હાજર નહોતીઃ PI
રાજકોટ માલવિયાનગર પોલીસ મથકના PI કે.એન. ભૂંકણે જણાવ્યું હતું કે દિવ્યભાસ્કરમાં અહેવાલ બાદ તપાસ કરવામાં આવતાં હાલ કોઈ ગ્રાહક રેડ દરમિયાન મળી આવ્યો નહોતો અને રિસેપ્શનિસ્ટ પણ હાજર ન હોવાથી ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા છે. આમ છતાં સમયાંતરે ચેકિંગ હાથ ધરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવામાં આવશે.

શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલું છે બોસ સ્પા.
શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલું છે બોસ સ્પા.