સ્ટેટ જીએસટીના દરોડા:રાજકોટમાં સતત ત્રીજા દિવસે સ્ટેટ GSTના ઉત્કર્ષ ગ્રુપ પર દરોડા, ₹ 30 કરોડની ખોટી વેરાશાખ ખૂલી

રાજકોટ6 દિવસ પહેલા
રાજકોટ ઓફિસ સહિતની જગ્યાએ સિલિંગ કરાયું
  • ઉત્કર્ષ ગૃપના મુખ્ય કર્તાહર્તા નીરજ જયદેવ આર્ય દ્વારા છાતીમાં દુઃખાવો હોસ્પિટલ ખસેડાયા
  • 19 નવેમ્બરથી ઉત્કર્ષ ગ્રુપની રાજકોટ અને અમદાવાદ મળી કુલ 11 જગ્યા પર દરોડા
  • આયાષ મેટાકાસ્ટ પ્રા.લી. દ્વારા રૂ. ₹ કરોડ જેટલી રકમની ખોટી વેરાશાખ ભોગવી

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટના ઇન્ગોટ્સ અને ટીએમટી બાર્સના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. 3 દિવસથી દરોડા ચાલુ છે અને 3 દિવસ દરમિયાન તપાસમાં અંદાજે ₹ 30 કરોડની ખોટી વેરાશાખ મેળવેલી હોવાનું સામે આવ્યું છે.

ઉત્કર્ષ ગૃપના નીરજ આર્ય હોસ્પિટલમાં દાખલ
સ્ટેટ GSTની તપાસ દરમિયાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. દ્વારા અંદાજે ₹ 30 કરોડ તથા આયાષ મેટાકાસ્ટ પ્રા.લી. દ્વારા ₹ 2 કરોડ જેટલી રકમની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલી હોવાનું ધ્યાને આવ્યું છે. તપાસની કામગીરી દરમ્યાન ઉત્કર્ષ ગૃપના મુખ્ય કર્તાહર્તા નીરજ જયદેવ આર્ય દ્વારા છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતા વિભાગના અધિકારીએ 108 ઉપર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી રાજકોટ ખાતેની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર સહિત સ્થળે દરોડોમાં વેરાશાખ સબબ ધરપકડ
તાજતેરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર તથા અન્ય સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવેલી તથા અફઝલ સાદીલ અલી સિજાણી, મીનાબેન રાંગવસાંગ ઝાલા (રાઠોડ), મોહમંદઅબ્બાસ રફીકઅલી મેઘાણી, કીર્તિરાજ પાંકજભાઇ સુતરીયા તથા અન્ય ઇસમોની બોગસ પેઢીઓ ઉભી કરી માલની ખરેખર રવાનગી વગર ફક્ત બિલો આપી વેરાશાખપાસઓન કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત શંકાસ્પદ જણાતી પેઢીઓના સ્થળે સ્પોટ વિઝિટ્સ કરવામાં આવેલી છે.

કંપનીના ડિરેક્ટર્સ, સીએની ઓફિસ, પ્લાન્ટ અને ઘરે તપાસ
ગત તારીખ 19 નવેમ્બરની વહેલી સવારથી ઉત્કર્ષ ગ્રુપની રાજકોટ અને અમદાવાદ મળી કુલ 11 જગ્યા પર દરોડા કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર્સ તેમજ તેમના સીએ ચંદ્રેશ ચોમલની ઓફિસ, મેન્યુફેક્ચરિંગ યુનિટ અને રહેણાંક મકાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી તપાસમાં મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલા છે જેની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...