કાર્યવાહી:બાયોડીઝલના પંપ પર દરોડો, રૂ. 27 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આટકોટમાં હોટેલના ગ્રાઉન્ડમાં પંપ શરૂ કરાયો’તો

આટકોટ નજીક હાઇવે નજીક આવેલી ગ્રીન હોટેલના ગ્રાઉન્ડમાં ગેરકાયદે લોખંડના મોટા સ્ટોરેજ ટાંકા બનાવી ગ્રાઉન્ડની ઓરડીમાં ફ્યુલ પંપ ઊભો કરી દેવાયાની માહિતી મળતાં રાજકોટ જિલ્લા એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરનો નજારો જોતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ઊઠી હતી.

ગેરકાયદે ઊભા કરી દેવાયેલા પંપ પર વાહનોના થપ્પા લાગ્યા હતા, પંપના કર્મચારીઓ દ્વારા બહારથી આવતા વાહનોમાં તેમજ બેરલમાં પ્રવાહી ભરી આપવામાં આવતું હતું. પોલીસે લોખંડના બે સ્ટોરેજ ટાંકામાં તપાસ કરતાં રૂ.24.72 લાખની કિંમતનો 41200 લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્વલનશીલ પ્રવાહી અને ટાંકા પંપ સહિત કુલ રૂ.27.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...