તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:ગોંડલમાં બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ, 21 લાખનો જથ્થો સ્થગિત કરાયો, વેરાવળમાં 28 હજાર લીટર જથ્થો સિઝ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલમાં મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા - Divya Bhaskar
ગોંડલમાં મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
  • ગોંડલમાં રાજ ટ્રેનિંગ કંપનીનામાં બાયડિઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ- વેચાણ અને સંગ્રહ કરતા

ગોડલ-જેતપુર નેશનલ હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડ સામે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ છે. દર્શનભાઈ કિશોરભાઈ રૈયાણી રાજ ટ્રેનિંગ કંપનીના નામે બાયડિઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ- વેચાણ અને સંગ્રહ કરતા હતા. આ પેઢીની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 21 લાખનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. તેમજ વેરાવળમાં પણ 28 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે.

ગોંડલ મામલતદારે પમ્પના માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
ગોંડલ મામલતદાર દ્વારા થયેલી તપાસમાં કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓએ રૂ-21,54,364નો જથ્થો સ્થગિત કર્યો હતો. આ પેટ્રોલિયમ પેદાશ બાયોડિઝલના નમૂના લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ નમૂના ફેઈલ થતા આ પેઢીના માલિક દર્શનભાઈ કિશોરભાઈ રૈયાણી વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 તથા IPC કલમ 285 મુજબ ગોડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમાએ ગોડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી હતી.

વેરાવળમાં 28 હજાર લીટર જથ્થો સિઝ કરાયો
વેરાવળ GIDCમાં ગેરકાયદેસર બાયોડિઝલના વેચાણ પર આજે દરોડા પડ્યા હતા. મોડી રાત્રિના પોલીસ અને પુરવઠા વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. જેમાં મસ્તાના બાયોડિઝલ પમ્પ પરથી 28 હજાર લીટર જેટલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. આ જથ્થાનો વેરાવળ બંદરમાં ફિશિંગ બોટમાં મોટા પાયે વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું છે.

(હિમાંશુ પુરોહિત-દેવાંગ ભોજાણી, ગોંડલ/જયેશ ગોંધિયા, ઉના)