તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગેરકાયદે LDOના 2 પંપ પર દરોડો, 23000 લિટર કથિત બાયોડીઝલ જપ્ત

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાયોડીઝલના નામે બળેલા ઓઇલને ફિલ્ટર કરી કેમિકલ નાખી આપી દેવાતું
 • તમિલનાડુથી આવતી ટ્રકને કુવાડવા રોડ પરના પંપનું એડ્રેસ મળી જતું

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ધમધમતા લાઈટ ડીઝલ ઓઈલ (એલડીઓ) પર તંત્રે લાલ આંખ કરી છે. રાજકોટ નજીક જ માત્ર 24 કલાકમાં બે રેડ કરીને 23000 કથિત બાયોડીઝલ પકડાયું છે. કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે પવન કોમ્પ્લેક્સમાં ટ્રાન્સપોર્ટની બંધ ઓફિસમાં પંપ ચાલુ કર્યો હોવાની બાતમી મળતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ મામલતદાર જે. બી. જાડેજા અને જે. એમ. દેકીવાડિયા સહિતની ટીમ ગુરુવારે સ્થળ પર ત્રાટકી હતી અને 5500 લિટર એલડીઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને પંપ ચલાવતા કૌશિક બકુત્રાની પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે, કૌશિક અલગ અલગ સ્થળોએથી આ જથ્થો મગાવતો હતો. સામાન્ય રીતે બાયોડીઝલમાં જેટ્રોફા કે જેને રતનજ્યોત પણ કહે છે કે તે વનસ્પતિના બીમાંથી બને છે પણ આ શખ્સો વપરાયેલા ઓઇલ, એમટીઓ ઓઇલ સહિત મેળવી તેનું ફિલ્ટરેશન કરી કેમિકલ ભેળવી ઈંધણ બનાવતા હતા. છેક તમિલનાડુથી આવતા ટ્રકચાલકોને પણ તેમના સરનામા મળી જતા અને સ્થળ પર જ એક ટ્રક મળી આવી હતી. આ કામગીરી આટોપી લેવાય ત્યાં બીજા જ દિવસે શુક્રવારે કુવાડવા પોલીસ સ્ટેશન પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામેથી બંધ દુકાનમાં ચાલતા પંપ પર દરોડો પાડ્યો હતો. જે ઉત્પાલસિંહ ગિરિરાજસિંહ ઝાલા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આવા પંપમાં બ્લેક માર્કેટિંગ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ સહિતની કલમ ઉપરાંત તોલમાપ વિભાગ અને અન્ય વિભાગને જાણ કરી કડક પગલાં લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો