ગાઇડલાઇનનો ઉલાળ્યો:મંત્રી બન્યા બાદ રૈયાણી પહેલી વખત રાજકોટ આવ્યા, ખુલ્લી જીપમાં ઢોલ-નગારા સાથે જન આશીર્વાદ યાત્રા યોજાઇ, નેતાઓ કોવિડના નિયમો ભૂલ્યા

રાજકોટ2 મહિનો પહેલા
અરવિંદ રૈયાણીનું ભવ્ય સ્વાગત.
  • નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

ભાજપના ધારાસભ્ય અને તાજેતરમાં જ રાજ્યના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી બનેલા અરવિંદ રૈયાણી મંત્રી બન્યા બાદ પહેલીવખત રાજકોટ આવ્યા છે. આ માટે રાજકોટ ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રવેશ દ્વારથી ઢોલ, નગારા, ફૂલહાર અને ફટાકડાની આતશબાજી સાથે તેની જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉમટ્યા હતા અને તઓ દો ગજ કી દૂરી ભૂલ્યા હતા. તેમજ મોટાભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. પોલીસ પણ મૂકપ્રેક્ષક બનેલી જોવા મળી હતી.

ભાજપના નેતાઓ યાત્રામાં જોડાયા
રાજ્યકક્ષાનાં મંત્રી બનેલા અરવિંદ રૈયાણીની પોતાના મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર સહિતના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ઢોલ નગારા, ફૂલહાર અને ફટાકડા ફોડી મંત્રી અરવિંદ રૈયાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ રૈયાણી ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકરો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા.
મોટી સંખ્યામાં કાર્યકરો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા.

આજે મારી જિંદગીનો સૌથી સારો દિવસઃ રૈયાણી
અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, મંત્રી બન્યા પછી આજે પ્રથમ વખત રાજકોટમાં આવ્યો છું. રાજકોટમાં જે રીતે પ્રવેશ કરતાની સાથે જ સ્વાગત કરવામાં આવ્યું તે જોઈ ખૂબ આનંદ થાય છે. કદાચ આ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે. ધારાસભ્ય તરીકે વિસ્તારના કામ કરતો હતો. હવે સમગ્ર ગુજરાતની જનતાની અપેક્ષા પૂર્ણ કરવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું.
સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું.