તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રહ ચલન:23મીએ રાહુનો વૃષભ રાશિમાં પ્રવેશઃ લોકોના ખર્ચ વધી જશે, ફુગાવામાં પણ વધારો નોંધાયો

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાશિ કુંડળી પ્રમાણે રાહુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે જે ભારતના શત્રુઓને હંફાવશે
  • રાહુનું રાશિ પરિવર્તન રાશિઓ પર આવી અસર કરશે

અધિક આસો સુદ સાતમને તારીખ 23ને બુધવારે સવારે 10 કલાકે રાહુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. દોઢ વર્ષ સુધી રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, રાહુમાં શેરબજાર, સટ્ટો, યાત્રા, આત્મસન્માન, શત્રુ, દુર્ઘટના, રાજકારણ પર રાહુનું પ્રભુત્વ રહે છે. જ્યારે કેતુમાં કારાવાસ, ધર્મ, ધાર્મિક સ્થળ પર પ્રભુત્વ છે. ભારતની રાશિ કુંડળી પ્રમાણે રાહુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે જે ભારતના શત્રુઓને હંફાવશે, શત્રુ પર વિજય મળે. ભારતના લોકોના આર્થિક ખર્ચમાં વધારો થાય અને ફુગાવામાં વધારો નોંધાય.

મેષઃ વાણી વ્યવહારમાં સાવચેતી રાખવી,વારસાગત પ્રશ્નો ઉદભવે.
વૃષભ: માનસિક ટેન્શન રહે, ધાર્મિક યાત્રા થાય, દાંપત્ય જીવનના પ્રશ્નો ઉદભવે.
મિથુનઃ ખોટા ખર્ચથી બચવું, શત્રુમાં વધારો થાય, શેર-સટ્ટાથી બચવું.
કર્કઃ વાર્ષિક આવક વધે, અચાનક કોઈ લાભ મળવાની સંભાવના છે.
સિંહઃ નોકરિયાત વર્ગને ફાયદો થાય, જમીન-મકાનના પ્રશ્નો રહે.
કન્યાઃ ભાઈ-બહેનો સાથે અણબનાવ વધે નહીં તેનું ધ્યાન રાખવું.
તુલાઃ અકસ્માતના યોગ છે, વાહન ધીમે ચલાવવું, વારસાના પ્રશ્નો રહે.
વૃશ્ચિકઃ સ્વભાવ શાંત રાખવો, નવી ભાગીદારીના યોગ, વિવાહમાં વિલંબ થાય.
ધનઃ શત્રુ પર વિજય મળે, નોકરિયાત વર્ગને પ્રમોશન મળે.
મકરઃ શેર-સટ્ટાથી દૂર રહેવું, વિદ્યાર્થીને અભ્યાસમાં સારું પરિણામ મળે.
કુંભઃ જમીન-મકાનની ખરીદીમાં સાવચેતી રાખવી, બીમારીનો સામનો કરવો પડે.
મીનઃ નાના પ્રવાસ થાય, મહેનતનું પૂરતું ફળ મળે, નવીન તક મળે.

અન્ય સમાચારો પણ છે...