રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:રાજકોટમાં રાહુલ ગાંધીની સભામાં તડકામાં પણ જનમેદની ઉમટી, તમામ ખુરશીઓ ભરાઇ, મેદાન બહાર લોકોના ટોળા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તડકામાં પણ જનમેદની ઉમટી - Divya Bhaskar
તડકામાં પણ જનમેદની ઉમટી

ધારાસભાની ગત ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં સત્તા તો મળી હતી પરંતુ, સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી કોંગ્રેસે 29 બેઠકો પર વિજય મેળવીને આ પ્રદેશમાં ભાજપે બહુમતિ ગુમાવી હતી. ત્યારે મોદી-શાહ તેનું કોઈ કાળે પુનરાવર્તન થવા દેવા માંગતા નથી તેથી વ્યુહાત્મક રીતે કોંગ્રેસ શાસિત ધોરાજી, અમરેલી, સોમનાથ અને બોટાદમાં પ્રચારનો મારો ચલાવાશે.સામે છેડે ભાજપના ગઢ રાજકોટને સર કરવા હવે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એક્ટિવ મોડમાં આવી ગયા છે અને પ્રથમવાર ગુજરાતમાં ચૂંટણી પ્રચારની સભા યોજવા રાજકોટ પસંદ કર્યું છે. આજે સાંજે શાસ્ત્રી મેદાનમાં તેમની જનસભા યોજાઈ હતી. જેમાં મોટી સસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ ખાતેના કાર્યક્રમમાં સ્ટેજ પર કોંગ્રેસના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની વિધાનસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના કાર્યકરો સભામાં હાજર રહ્યાં હતાં.
કોંગ્રેસના કાર્યકરો સભામાં હાજર રહ્યાં હતાં.
તડકામાં પણ જનમેદની ઉમટી
તડકામાં પણ જનમેદની ઉમટી

ઝંડા દુર કરતા અટકાવવા માટે વિનંતી
શહેરભરમાં રાહુલ ગાંધીની તસવીર અને 'પરિવર્તનનો ઉત્સવ'ના લખાણ સાથે ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા હતા. જો કે તેની થોડીવારમાં 150 ફૂટ રીંગ રોડ અને રેસકોર્ષ રિંગરોડ ખાતે સરકારી તંત્રે કોંગ્રેસના ઝંડા દુર કર્યા હતા. જેને પગલે રાજકોટ કોંગ્રેસના નેતાઓ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તંત્રને ઝંડા દુર કરતા અટકાવવા માટે વિનંતી કરી હતી.

તમામ ખુરશીઓ ભરાઇ
તમામ ખુરશીઓ ભરાઇ
સરકારી તંત્રે કોંગ્રેસના ઝંડા દુર કર્યા
સરકારી તંત્રે કોંગ્રેસના ઝંડા દુર કર્યા

ગઇકાલ રાતથી ઝંડા ઉતારવામાં આવે છે: કોંગ્રેસ
રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા જંડીઓને લઈને રાજકારણ ગરમાયું છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે ચૂંટણી વિભાગની મંજૂરી લીધી છતાં ગઇકાલ રાતથી ઝંડા ઉતારવામાં આવે છે. ચૂંટણી અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું છે કે ઝંડા ઉતારનાર જવાબદારો સામે પગલા લેશું.જોકે તંત્રના આવા વર્તનથી રાહુલ ગાંધીની સભામાં કોઈ ફેર નહીં પડે. તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણીઓએ લગાવ્યો હતો.

ધોરાજી બેઠક પર કોંગ્રેસનો દબદબો
રાજકોટ ગ્રામ્યમાં એકમાત્ર ધોરાજી બેઠક એવી છે જેના પર કોંગ્રેસનું શાસન યથાવત છે.ધોરાજી વિધાનસભા બેઠક પર સૌપ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ 2009 અને 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. જો કે 2013માં પેટાચૂંટણી થતા આ બેઠક ફરી ભાજપના પ્રવીણ માકડીયાએ કબ્જે કરી હતી અને 2017માં ફરી પાટીદાર અનામત આંદોલનની અસર થતા આ બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત મેળવી હતી અને ફરી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કરતા ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયા, કોંગ્રેસના લલિત વસોયા અને આપના વિપુલ સખીયા વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જામશે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
કોંગ્રેસના નેતાઓ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ધારી બાદ કરતા 4 બેઠક ઉપર કોંગ્રેસ સત્તાસ્થાને
2017માં અમરેલીની પાંચેય બેઠક ભાજપને ગુમાવવી પડી હતી. 2020માં ધારી બેઠક ઉપર જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પેટા ચૂંટણીમાં જે.વી.કાકડીયા ભાજપમાંથી જીત્યા હતા. એટલે એક બેઠક પેટા ચૂંટણીમાં મળી હતી. બાકી 4 કોંગ્રેસ પાસે છે. પહેલી વખત અમરેલી, સાવરકુંડલા, લાઠી વિસ્તારમાં ભાજપે નવા ચેહેરા ઉતાર્યા છે, જેના કારણે ભાજપને ફાયદો થઈ શકે છે.

સોમનાથ બેઠક પર વારાફરતી ભાજ-કોંગ્રેસની જીત
વેરાવળ-સોમનાથ શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર 2.62 લાખથી વધુ મતદારો છે. જેમાં અનુક્રમ મુજબ સૌથી વધુ કોળી સમાજના, મુસ્લિમ, ખારવા સમાજ, આહીર, કારડીયા, દલિત સમાજના મતદારો છે. આ બેઠક ઉપર કોઈ પણ પક્ષનું વર્ચસ્વ રહ્યું નથી. આ બેઠક ઉપર છેલ્લી ચાર ચૂંટણીના પરિણામ જોઇએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વારાફરતી વિજય થતા આવ્યા છે.

જાતિવાદ સમીકરણ સેટ થાય તેની જીત નિશ્ચત
જેમાં જોઈએ તો 2007માં ભાજપના ઉમેદવાર રાજશીભાઈ જોટવા, 2012માં કોંગ્રેસમાંથી જશાભાઈ બારડ, 2014 (પેટા ચૂંટણીમાં) ભાજપમાંથી જશાભાઈ બારડ, 2017માં કોંગ્રેસમાંથી વિમલ ચુડાસમા વિજય થયા હતા. આ વખતની ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરો માનસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જેની સામે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર જગમાલ વાળાને મેદાનમાં ઉતર્યા છે. જેથી આ વખતે કાંટે કી ટક્કર જેવો મુકાબલો જણાય રહ્યો છે. આ બેઠક ઉપર વિજય થવા માટે જાતિવાદ સમીકરણ મહત્વના રહે છે. જે ઉમેદવારની પડખે જાતિવાદ સમીકરણ સેટ થાય તેનો વિજય લગભગ નિશ્ચિત મનાઈ છે.

બોટાદ ભાજપનો ગઢ માનવામાં આવે છે
બોટાદ જિલ્લામાં કુલ બે વિધાનસભા બેઠક છે. જેમાં બોટાદ 107 અને ગઢડા 106 બેઠક. બોટાદ 107 બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1998થી બોટાદ 107 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌરભ પટેલ અહીંથી જીત મેળવતા હતા. 2012 વિધાનસભા દરમિયાન સૌરભ પટેલ અકોટા બેઠકથી ચૂંટણી લડેલા અને બોટાદ બેઠક પરથી ડો.ટી.ડી. માણિયાની ભાજપમાંથી જીત થઈ હતી.

આ વખતે ભાજપે નવા ચહેરા ઉતાર્યા છે
બોટાદ વિધાનસભા બેઠક પર 2,91,608 કુલ મતદાર છે તો ગઢડા બેઠક પર 2,63,850 મતદારો છે. ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીત મેળવતા 1998થી આત્મારામ પરમાર ભાજપમાંથી તો પ્રવીણ મારૂ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા પણ હાલ પ્રવીણ મારૂ ભાજપમાં છે. બોટાદ અને ગઢડા બન્ને બેઠકો પર હાલ નવા ઉમેદવાર ભાજપમાંથી ઉતારવામાં આવ્યા છે. ભાજપમાંથી બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણી વર્તમાન બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમજ ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયા જે અગાઉ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને હાલ ગઢડા સીટ પર ભાજપના ઉમેદવાર છે.

કોંગ્રેસમાંથી મનહર પટેલ ચૂંટણી લડી રહ્યા છે
બોટાદ બેઠક પર કોંગ્રેસ દ્વારા સ્થાનિક ઉમેદવારની માગ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પહેલા રમેશ મેરના નામની જાહેરાત કરતા મનહર પટેલ નારાજ થયા હતા અને માત્ર 24 કલાકમાં ઉમેદવાર બદલી નારાજ થયેલા મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. ગઢડા બેઠક પર માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા મોતીભાઈ ચાવડાના પુત્ર જગદીશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.