જોખમી સ્ટંટના LIVE દૃશ્યો:રાજકોટના મોરબી હાઇવે પર 3 રોમિયોએ બાઇક પર સુતા સુતા હૃદયના ધબકારા થંભાવી દે તે રીતે રેસ લગાવી, વીડિયો વાઇરલ

રાજકોટએક મહિનો પહેલા
  • વીડિયો વાઇરલ થતા જ લોકોએ પોલીસ કાર્યવાહીની માગ કરી
  • વાઇરલ વીડિયો રાજકોટ-મોરબી હાઇવે પરનો હોવાનું ખુલ્યું

રાજકોટમાં રોમિયો કાયદો અને વ્યવસ્થા ભૂલી ગયા હોય તેમ મોડીરાત્રે હાઇવે પર બેખૌફ થઇને બાઇક પર જોખમી રીતે સ્ટંટ કરતા નીકળે છે. આવો જ એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ શહેરના મોરબી હાઇવે પર ગત રાત્રે ત્રણ રોમિયો અલગ અલગ બાઇક પર સુતા સુતા જોખમી સ્ટંટ કરતા પૂરપાટ ઝડપે નીકળ્યા હતા. થોડી ક્ષણ માટે હૃદયના ધબકારા પણ થંભાવી દે તે રીતે ત્રણેય રોમિયો રેસ લગાવતા નજરે પડે છે.

રાજકોટ-મોરબી હાઇવે પરનો વીડિયો
રાજકોટ-મોરબી હાઇવે પર ગઈકાલે રાત્રિના 11થી 11.30 વાગ્યાની આસપાસ રોમિયો સ્ટંટ કરતા કરતા રેસ લગાવતા હતા. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જોકે રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ અને બાઈક રેસ કરતા રોમિયો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે. પરંતુ વીડિયો વાઇરલ થતા લોકો આવા રોમિયો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

હાઇવ પર અન્ય વાહનોને પરેશાની.
હાઇવ પર અન્ય વાહનોને પરેશાની.

જોખમી સ્ટંટથી વાહનચાલકો પરેશાન
ઉલ્લેખનીય છે કે હાઇવે પર આવા સ્ટંટ કરતા કરતબબાજોના કારણે અન્ય વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આવા કરતબબાજો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે. વાઇરલ વીડિયો રાજકોટ મોરબી હાઇવે પરનો હોવાનું અને ગઈકાલે રાત્રિના 11થી 11.30 વચ્ચેનો હોવાનું સામે આવ્યું છે. જોકે આ વીડિયો મામલે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

રાત પડેને રોમિયો બાઇક રેસ લગાવવા હાઇવે પર આવી જાય છે.
રાત પડેને રોમિયો બાઇક રેસ લગાવવા હાઇવે પર આવી જાય છે.

રેસ પુરી કરી પેટ્રોલપંપ પાસે ઉભા રહ્યા
ઉલ્લેખનીય છે કે રેસ પુરી કરી ત્રણેય રોમિયો રતનપર નજીક હાઇવે પર એચપી પેટ્રોલપંપ નજીક ઉભા પણ રહ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આવા કરતબબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું?

બાઇક પર સુતા સુતા રેસ.
બાઇક પર સુતા સુતા રેસ.
અન્ય સમાચારો પણ છે...