કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 'શૂન્ય' કેસ, હડતાળ પર ઉતરેલા 29 ડોક્ટરોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવા તંત્રનો આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
ડોક્ટરો પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે
  • શહેરમાં વેક્સિન લેવા સવારથી લોકોની કતારો લાગી
  • જૂની માંગણી સાથે રેસિડેન્ટ અને ઇન્ટરનલ ડોક્ટરની હડતાળ સતત ચોથે દિવસે યથાવત

રાજકોટમાં કોરોના ખાત્મા તરફ હોય તેવું સરકારના આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસથી 0 કેસ નોંધાય રહ્યાં છે. આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાયા છે. હાલ જૂની માંગણી સાથે રેસિડેન્ટ અને ઇન્ટરનલ ડોક્ટરની હડતાળ સતત ચોથે દિવસે યથાવત છે. ત્યારે હડતાળ પર ઉતરેલા 29 ડોક્ટરોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવા વહીવટી તંત્રએ આદેશ આપ્યો છે.

નાગરિકો હેરાન થઇ રહ્યા છે
નાગરિકો હેરાન થઇ રહ્યા છે

સિનિયર સિટીઝનનો રઝળપાટ થતો જોવા મળ્યો
રાજકોટ શહેરમાં આજે 31 સેન્ટર પર કોવિશિલ્ડ જ્યારે 2 સેન્ટર પર કોવેક્સિન ઉપલબ્ધ છે. ત્યારે વહેલી સવારથી લોકો વેક્સિનેશન માટે મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા આરોગ્યકેન્દ્ર પર ઉમટી પડ્યા હતા. પરંતુ વ્યવસ્થાના અભાવે રસીકરણ સેન્ટર પર વહેલી સવારથી વેક્સિન લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી છે. જ્યાં સિનિયર સિટીઝનનો રઝળપાટ થતો જોવા મળ્યો હતો.

કોવિશિલ્ડ 2 સેન્ટર પર કોવેક્સિન ઉપલબ્ધ છે
કોવિશિલ્ડ 2 સેન્ટર પર કોવેક્સિન ઉપલબ્ધ છે

પ્રમાણપત્રમાં રહેતી ભુલોના કારણે પણ નાગરિકો હેરાન થઇ રહ્યા છે
રાજકોટમાં વેક્સિનેશનનો આંકડો ઉંચાઇ પર છે છતાં રસી લેવા માંગતો બાકીનો મોટો વર્ગ હજુ લાંબી કતારમાં હેરાન થઇ રહ્યો છે. અનેક સિનિયર સિટીઝન ટોકન અને લાઇનની તકલીફના કારણે આરોગ્ય કેન્દ્રો પર જવાનું માંડી વાળે છે ત્યારે અનેક દવાખાના બહાર ટોકન લેવા વહેલી સવારે અંધારામાં લાઇન લાગી જતી હોવાના દ્રશ્યો સ્માર્ટ સીટીમાં વધી રહ્યા છે તો હવે આધાર કાર્ડ જેટલા જ જરૂરી મનાતા વેક્સિનનેશનના પ્રમાણપત્રમાં રહેતી ભુલોના કારણે પણ નાગરિકો હેરાન થઇ રહ્યા છે.પ્રજાની આ લાઈન હજુ પૂર્ણ નથી થઈ, કોરોનની સંભવતઃ ત્રીજી લહેરથી બચવા રાજકોટની પ્રજા હવે વેક્સિન લેવા પહોંચી ત્યારે તંત્રની અવ્યસ્થાના અભાવે લોકો ફરી આરોગ્ય કેન્દ્રમાં લાઈનો લગાવીને ઉભા રહે છે.

રસી લેવા માંગતો બાકીનો મોટો વર્ગ હજુ લાંબી કતારમાં હેરાન થઇ રહ્યો છે
રસી લેવા માંગતો બાકીનો મોટો વર્ગ હજુ લાંબી કતારમાં હેરાન થઇ રહ્યો છે

ડોક્ટરની હડતાળ સતત ચોથે દિવસે યથાવત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સતત ચોથા દિવસે પંડિત દિન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ચોથા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.

સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી
સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી

સોમવારથી આ આંદોલન ઉગ્ર બનશે
હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોના મતે જ્યારે સિવિલ હોસ્પિટલમાં તેમની નિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે ત્યારે જો તેઓની માંગ નહિ સંતોષાય તો એ પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.હાલ જયારે બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત છે અને તબીબો તેમની માંગ પર અડગ ત્યારે સરકાર દ્રારા તબીબી પર દબાણ લાવવા આકરા પગલા લેવાનુ શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે જો તબીબોની માંગ નહીં સંતોષાય તો આગામી સોમવારથી આ આંદોલન ઉગ્ર બનશે.

બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત
બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે