તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:15 હજાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 10 ડિસેમ્બરથી પરીક્ષા લેશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતિમવિધિમાં 20, લગ્નમાં 100 વ્યક્તિની છૂટ
 • પરંતુ 82 કેન્દ્રોમાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ભેગા થશે

કોરોનાના કેસ હજુ ઓછા થયા નથી ત્યારે રાજ્ય સરકારે મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે અંતિમવિધિમાં 20 વ્યક્તિ અને લગ્ન સહિતના પ્રસંગોમાં 100 લોકોને બોલાવવાની છૂટ આપી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 10 ડિસેમ્બરે લેવાનારી એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષામાં 15 હજાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી 82 કેન્દ્રોમાં પરીક્ષા લેશે. જો કે યુનિવર્સિટીએ પરીક્ષા કેન્દ્રો અને ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓ વચ્ચે અંતર જળવાય તે માટેના પગલાં લીધા છે પરંતુ તેમ છતાં પરીક્ષાના સમયે એક કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઊમટી પડવાની સંભાવના રહે છે. 10મી ડિસેમ્બરથી બીએ સેમ-2 (એક્સટર્નલ)ના 7180 એમ.એ. સેમ-2ના રેગ્યુલરના 315 અને એક્સટર્નલના 2075 એમ.કોમ. સેમ-2ના રેગ્યુલરના 977 અને એક્સટર્નલના 3131 ઉપરાંત એમ. એસસી સેમ-3ના 835 એમ.બી.એ. સેમ-3ના 88 એમ.એસ.ડબલ્યુ. સેમ-3ના 210 ઇંગ્લિશ ટેસ્ટના 27 એલ.એસ.એમ. સેમ-3ના 26 એલ.એસ.એમ . સેમ-3ના 32 બી. આર્કિટેકટ સેમ-3ના 63 મળી કુલ 15079 વિદ્યાર્થી આ પરીક્ષા આપશે.

જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખી છે
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીએ કોરોના મહામારીને કારણે આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 10મીથી પરીક્ષા લેવાની તૈયારીઓ કરી રહ્યું છે. એકબાજુ શાળાઓમાં શૈક્ષણિક કાર્યો ઓનલાઈન થઇ રહ્યા છે, પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાઈ રહી છે, યુનિવર્સિટીએ પણ અગાઉ 1 ડિસેમ્બરની પરીક્ષા મોકૂફ રાખી છે તો 10 દિવસ પછી શરૂ થતી પરીક્ષામાં કોરોનાના કેસ ઘટવાની સંભાવના નહીવત છે છતાં પરીક્ષાનું જોખમ લેવા આયોજન કરાયું છે.

એક્સટર્નલની પરીક્ષામાં આ વ્યવસ્થા હશે

 • સૌરાષ્ટ્રના 82 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે, ત્યાં ઓબ્ઝર્વર પણ રાખશે.
 • એક ક્લાસમાં માત્ર 15થી 20 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે.
 • એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસશે અને ઝીગ-ઝેક પધ્ધતિથી બેસાડાશે.
 • પરીક્ષાના સમયથી 45 મિનિટ પહેલા વિદ્યાર્થીઓએ આવવાનું રહેશે.
 • દરેક વિદ્યાર્થીએ પોતે સંપૂર્ણ સ્વસ્થ છે તેવું ડેક્લેરેશન આપવાનું રહેશે.
 • વિદ્યાર્થીનું કેન્દ્રમાં પ્રવેશ વખતે ટેમ્પરેચર મપાશે, સેનિટાઈઝ કરાશે.
 • 10મીથી શરૂ થતી પરીક્ષામાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન પાલન કરાશે. આગળ-પાછળની બેંચના વિદ્યાર્થીઓ સર્પાકાર રીતે બેંચના ખૂણે બેસશે. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેની કાળજી રખાશે. - નિલેશ સોની, ઇન્ચાર્જ પરીક્ષા નિયામક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો