આંશિક વિરોધ:કુંવરજીભાઈને પડતા મુકતા વીંછિયા બપોર સુધી બંધ રહ્યું, બાવળીયાએ કહ્યું- નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈ

રાજકોટએક મહિનો પહેલા
ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો : કુંવરજી બાવળિયા
  • સમાજના આગેવાનો પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો : કુંવરજી બાવળીયા
  • કુંવરજીભાઇને પડતા મુકાશે તો જિલ્લા તાલુકા મથકોએ લડત કરીશું : અખિલ ભારતીય કોળી સમાજ

ભાજપ દ્વારા નો રિપીટ થીયરી અપનાવાતા મંત્રીમંડળમાં સિનિયર નેતાઓનું પત્તું કપાશે. આથી જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાંથી બાદબાકી થશે તેવી ભીતિને લઇને આજે સમગ્ર વીંછિયામાં બંધનું એલાન કરાયું હતું. જયારે આ અંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. બાદમાં સમર્થકોએ બપોર પછી બંધનું એલાન પાછું ખેંચી લેતા તમામ દુકાનો ખુલી ગઇ હતી.

મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો : બાવળિયા
વધુમાં બાવળિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય પ્રધાનોએ જે નિર્ણય કર્યો છે. તે મને શિરોમાન્ય છે. અને મારી સૌ ને અપીલ છે કે કોઈએ આ નિણર્યનો વિરોધ કરવો નહિ. સમાજના આગેવાનો પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય ખોટા પ્રપંચ કે ખોટા દેખાવો ન કરો. આપણે ફરીથી આપણા વિસ્તારમાં કામે લાગી જઈએ અને 'નો રિપીટ થિયરી'ને આપણે સૌ આવકારીએ તેવી મારી અપીલ છે.

બંધને સમર્થન પણ અપાયું
બંધને સમર્થન પણ અપાયું

સરકારમાં મંત્રી પદે ચાલુ રાખવાની માંગ ઉઠી હતી
બીજી બાજુ કુંવરજી બાળવિયાને નવી મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આજે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. કુંવરજી બાવળિયાના સમર્થનમાં બંધનું એલાન જાહેર કરાયું હતું. વીંછિયામાં ટોળું દુકાનો બંધ કરાવવા નીકળ્યું હતું. કુંવરજીને મંત્રીપદેથી હટાવતા વીંછીયા બંધનું એલાન આપ્યું હતું. બીજી બાજુ વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન પણ અપાયું હતું. કુંવરજી બાવળિયાને સરકારમાં મંત્રી પદે ચાલુ રાખવાની માંગ ઉઠી હતી.

કુંવરજી બાળવિયાને નવી મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આજે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
કુંવરજી બાળવિયાને નવી મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં આજે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા
ગઈકાલે અખિલ ભારતીય કોળી સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મુકાશે તો સમાજનું અપમાન ગણાશે અને તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે. આ સાથે જ જસદણમાં કોળી સમાજની બેઠક મળી છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે.

વડાપ્રધાનને લખેલો પત્ર.
વડાપ્રધાનને લખેલો પત્ર.

કુંવરજીભાઇને પડતા મુકાશે તો જિલ્લા તાલુકા મથકોએ લડત કરીશું
નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયાને ગુજરાતની કેબિનેટમાંથી પડતા મુકવા અંગેના અહેવાલો અમોએ પ્રેસ મીડિયાના માધ્યમથી મળ્યા છે. કુંવરજીભાઇ જેવા સમાજ સેવક અને સમાજના હિતકારકનો કેબિનેટમાંથી પડતા મુકવાનો નિર્ણય થશે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી સમયમાં જિલ્લા તાલુકા મથકોએ લડત શરૂ કરવાનો નિર્ધાર કર્યા હતો.

રાજકોટ જિલ્લા કોળી સમાજના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
રાજકોટ જિલ્લા કોળી સમાજના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

ગુજરાતમાં અંદાજે 28 ટકાથી વધુ કોળી સમાજની વસ્તી
વધુમાં જણાવ્યું છે કે, જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ ભારત દેશના 18 રાજ્યોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજ્યમાં અંદાજે 28 ટકાથી વધુ કોળી સમાજની વસ્તી છે. કુંવરજીભાઈ કે જેનો વર્ષ જેઓ વર્ષ 2018માં નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ત્યારે તેઓને માનભેર કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા-તાલુકાનાં આગેવાનો, લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા.

ગઈકાલે જસદણમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજના લોકો એકત્ર થયા હતા
ગઈકાલે જસદણમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજના લોકો એકત્ર થયા હતા

28થી 30 જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ
પરંતુ હાલ ગુજરાત સરકારનાં મંત્રી મંડળમાંથી તેઓને પડતા મુકવામાં આવે તો સમાજને અપમાન કરવામાં આવતું હોવાનો મેસેજ સમાજમાં જશે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંભીર અસરો પડી શકે તેમ છે. સૌરાષ્ટ્રની વિધાનસભાની અંદાજે 28થી 30 જેટલી મહત્વની બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે. સામાજિક સમીકરણોને ધ્યાને લેવામાં આવે તો તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની ચૂંટણીઓ ઉપર પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...