ખાદ્યચીજના 5 નમૂના ફેલ:રાજકોટમાં શુદ્ધ ઘી, દૂધમાં વેજીટેબલ ફેટ મળ્યું, રજવાડી માવા મલાઈ કેન્ડીના પેકેટમાં એક્સપાયરી કે મેન્યુફેક્ચરિંગ તારીખ જ નહીં

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજના 5 નમૂના તપાસમાં ફેલ થયા છે. જેમાં શ્રી કુંજ ગાયનું ઘી, શુદ્ધ ઘી તથા મિક્સ દૂધ એમ ત્રણ નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. તેમજ ફ્રેશલીટ પ્રિમીયમ ટેબલ માર્ગેરાઇનનો નમૂનો રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયું છે. આ ઉપરાંત મોવૈયા માવા કેન્ડી એન્ડ આઇસક્રિમની રજવાડી માવા મલાઈ કેન્ડીના પેકેટ પર એક્સપાયરી કે મેન્યુફેક્ચરિંગ તારીખનો ઉલ્લેખ કરવામાં ન આવતા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર કરવામાં આવ્યું છે.

આ 5 જગ્યાએથી લીધેલા નમૂના ફેલ

1. ભગવતી સેલ્સ એજન્સી

સ્થળઃ સહકાર સોસાયટી મેઇન રોડ, શેરી નં. 2નો ખૂણો

માલિકઃ રાજુજી ભનાજીભાઈ ચૌહાણ

લેવાયલ નમૂનોઃ શ્રી કુંજ બ્રાન્ડ ગાયનું ઘી (500 ML)

રિપોર્ટ: ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.

2. મે. પોપટ મહેન્‍દ્રભાઈ જમનાદાસ

સ્થળઃ મંગળા મેઇન રોડ, મનહર પ્લોટ, શેરી નં. 6 કોર્નર

માલિકઃ મહેન્‍દ્રભાઈ જમનાદાસ પોપટ

લેવાયેલ નમૂનોઃ શુદ્ધ ઘી (લૂઝ)

રિપોર્ટઃ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.

3. કારાભાઈ દેવાભાઇ મુછડ પાસેથી તેઓના દૂધ સપ્લાય કરતા વાહનમાંથી કોઠારીયા રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર, આજી પોલીસ સ્ટેશન ખાતેથી મિક્સ દુધ (લુઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસ બાદ રિપોર્ટમાં SNF(મિલ્ક સોલીડ નોટ ફેટ)નું પ્રમાણ ઓછું આવતા તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.

4.અભય આઇસક્રીમ પાર્લર એન્ડ જનરલ સ્ટોર

સ્થળઃ ગણેશ કોમ્પ્લેક્સ, દુકાન નં- 4, જવાહર સ્કૂલ પાસે, પેડક રોડ

માલિકઃ વિનયભાઈ ભુપેન્દ્રભાઈ ઢાંઢા

લેવાયેલ નમૂનોઃ મોવૈયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રિમ સ્પે. રજવાડી માવા મલાઈ કેન્ડી (70 ML)

રિપોર્ટ: પેકિંગ પરના લેબલમાં જરૂરી ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન, બેચ નંબર, ઉત્પાદન તારીખ, બેસ્ટ બિફોર /યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ.

5. ભગવતી સેલ્સ એજન્સી

સ્થળઃ સહકાર સોસાયટી મેઇન રોડ, શેરી નં. 2નો ખૂણો

માલિકઃ રાજુજી ભનાજીભાઈ ચૌહાણ

લેવાયેલ નમૂનોઃ ફ્રેશલીટ પ્રિમીયમ ટેબલ માર્ગેરાઇન (1 KG)

રિપોર્ટઃ મોઈશ્ચર, ફ્રી ફેટી એસિડ તથા સ્કીમ્ડ મિલ્ક પાઉડરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ અને ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા સબસ્ટાન્ડર્ડ થયેલ તેમજ લેબલ પર ફ્રી ફ્રોમ આર્જેમોન ઓઇલ દર્શાવેલ ન હોવાથી નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ.

ગણેશ મહોત્સવને લઇ બે જગ્યાએથી નમૂના લેવાયા
1. મોદક લાડુ (બટર સ્કોચ) (લુઝ)

સ્થળઃ પરસોતમ સ્વીટ મર્ચન્ટ, કંદોઇ બજાર, નંદા સ્ટોર સામે, પરા બજાર

2. મીઠી બુંદી (મીઠાઇ લુઝ)

સ્થળઃ શ્રીરામ ગૃહ ઉદ્યોગ, (વિમલ નમકીન), અશોક ગાર્ડન પાસે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, લક્ષ્મીનગર મેઇન રોડ

અન્ય સમાચારો પણ છે...