તેજી:સોની બજારમાં ખરીદી પ્રિ-કોવિડના સ્તરે પહોંચી, પ્લેન ગોલ્ડ, રોઝ ગોલ્ડ, એન્ટિક જ્વેલરીમાં નવા ઓર્ડર મળતા એપ્રિલ સુધી કામનો ભરાવો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બે વર્ષ બાદ મોટી સંખ્યામાં લગ્ન થતા કાપડથી લઇને સોની બજારમાં ડિમાન્ડ નિકળી છે. રાજકોટની સોની બજારમાં ખરીદી અને ઓર્ડર દેશભરમાંથી થઇ રહી છે. જેને કારણે સોની બજારમાં ખરીદી પ્રી- કોવિડના સ્તરે પહોંચી છે. આ સિવાય પ્લેનગોલ્ડ, રોઝ ગોલ્ડ અને એન્ટિક જ્વેલરીમાં ઓર્ડર દેશભરમાંથી મળી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા અત્યારે ત્રણ ગણું કામ વધારે છે.જેને કારણે કર્મચારીઓ ઘટી રહ્યા છે. આ દરેક દાગીનામાં એપ્રિલ સુધી કામનો ભરાવો નોંધાઈ રહ્યો છે.

દિવાળી અને લગ્ન સિઝનમાં એચ.યુ.આઈ.ડી.ના નિયમને કારણે દરેક હોલ સેન્ટરમાં જે- તે સમયે મુશ્કેલી પડી હતી ત્યારે આ મુશ્કેલીનું નિરાકરણ થાય અને નવી ખરીદીમાં ફરી તકલીફના પડે તે માટે રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન દ્વારા રવિવારે બીઆઈએસના અધિકારી સાથે બેઠક કરી હોવાનું જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના ફાઉન્ડર ચેરમેન પરેશભાઈ આડેસરાએ જણાવ્યું હતુ. વધુમાં વેપારીઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આવનારા દિવસોમાં ગાંધીનગર અને મુંબઈ ખાતે એક્ઝિબિશન થવાના છે જેને કારણે રાજકોટની સોની બજારમાં દેશભરના અન્ય ઓર્ડર નોંધાવવાની શકયતા છે.

સામાન્ય દિવસોમાં જે ઘરેણા બનાવવામાં 10-15 દિવસ લાગતા હોય તે અત્યારે 5-6 દિવસમાં તૈયાર કરવા પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. એન.આર.આઈ. ની ખરીદી સુરત,નવસારી, વાપી,વલસાડ, મહેસાણાથી આવે તેવી સંભાવના છે.અત્યારે વેપાર પાંચ વર્ષની ટોચે છે.આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતુ કે, બી.આઈ.એસ.ના અધિકારી સાથે જે બેઠક કરવાના છે .

તેમાં લાયસન્સ લેવાની પ્રક્રીયા, દાગીના હોલ માર્ક કરવા માટે કેટલો ચાર્જ વસુલી શકાય, નોંધણી સહિતની કામગિરીની પ્રક્રીયા કેવી રીતે છે તે સહિતની બાબતો અંગે ચર્ચા- વિચારણા કરાશે. આ સેમિનાર સવારે 9.30 કલાકે શરૂ થશે. રાજકોટના તમામ સોની વેપારીઓ આ સેમિનારમાં જોડાઈ શકશે.આ સિવાય રાજકોટમાં જે મીનાકારી કામ થાય છે તેમાં હવે બહેનોનું વર્ચસ્વ વધી રહ્યું છે.મિનાકારી કામની જે ડિઝાઈન છે તે અમદાવાદ, મુબંઈમાં પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...