બજારમાં વિન્ડો પર્ચેસિંગ સિસ્ટમ બંધ થઇ:ખરીદીનો સમય 25થી 50 મિનિટનો થયો : પેટર્ન, ડિઝાઈન, બજેટ અગાઉથી નક્કી કરી લેવાઈ છે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપાર- ખરીદી પદ્ધતિમાં બદલાવ : ખરીદીમાં નિર્ણય લેવામાં ગ્રાહક સમય લગાડતા હતા તેના બદલે હવે ઝડપી નિર્ણય લેતા થયા

કોરોના પછી ખરીદ અને વેપાર પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. ખરીદનાર ઝડપી નિર્ણય લેવા લાગ્યા છે. પહેલા વિન્ડો પર્ચેસિંગ સિસ્ટમ એટલે કે ખરીદી પહેલા વસ્તુ જોવી, તેનો ભાવ જાણવો, નિર્ણય લેવામાં બે દિવસનો સમય કાઢવો આ બધું હવે બંધ થઈ ગયું છે. તેના બદલે હવે લોકો ખરીદીમાં ઝડપી નિર્ણય લેતા થઇ ગયા છે. સોનાના દાગીનાની ખરીદી પણ 25 જ મિનિટમાં કરી લે છે. તેમજ પેટર્ન - ડિઝાઈન અને બજેટ વગેરે લોકો પહેલેથી જ નક્કી કરીને રાખે છે. તેમ રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયા જણાવે છે.

સોનીબજાર
કોરોનાના કેસ વધતા સોના માટેના બે એક્ઝિબિશન રદ થયા છે. આની સીધી અસર રાજકોટની સોનીબજાર પર જોવા મળશે. વેપારીઓએ ઓર્ડર મુજબના દાગીના તૈયાર કરી લીધા હતા. હવે આ સ્ટોકનો નિકાલ કરવામાં એક મહિના જેટલો સમય લાગશે તેમ સોની વેપારીઓ જણાવી રહ્યા છે.

ઈલેક્ટ્રોનિક માર્કેટ
દિવાળીમાં ખરીદી વધારે રહી ત્યારબાદ લગ્ન સિઝનની ખરીદી અને ઈન્કવાયરી વધારે જોવા મળી રહી છે. લોકોના બજેટમાં કોઇ બદલાવ આવ્યો નથી. 80 ટકા વર્ગ એવો છે કે જે ઝડપી ખરીદી કરી લે છે. જ્યારે 20 ટકા જ વર્ગ એવો છે કે જે નિર્ણય લેવામાં કે ખરીદી કરવામાં વાર લગાડે છે તેમ ટીવી એપ્લાયસિન્સ ટ્રેડર્સ એસોસિએશનના ઉપપ્રમુખ રવજીભાઈ રામોલિયા જણાવે છે.

કાપડ બજાર
વર-વધૂ માટે જેમના ઓર્ડર મળ્યા છે તેના બજેટમાં કોઇ કાપ આવ્યો નથી. જ્યારે તેના નજીકના પરિવારજનો હોય તેના બજેટમાં કાપ જોવા મળે છે. લોકોમાં એક ભય જોવા મળે છે કે લગ્ન માટે જે મંજૂરી મળી છે તેમાં હજુ કદાચ ફેરફાર થઈ શકે છે. તેમ વેપારી જયભાઈ વસિયાની જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...