તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની મિટિંગ મળી હતી જેમાં પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરવર્તણૂક કરતા વિદ્યાર્થીઓનું હિયરિંગ કરાયું હતું. આ હિયરિંગમાં કુલ 39 પૈકી માત્ર 23 વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને પોતે પરીક્ષા દરમિયાન ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. 39 વિદ્યાર્થી પૈકી 38 વિદ્યાર્થીને 1+1 સેમેસ્ટર પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો હતો, જ્યારે સુરેન્દ્રનગરનો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઉત્તરવહી લઇને કોલેજમાંથી ભાગી ગયો હતો તેને 1+4 પરીક્ષા રદ કરવાની સજા ફટકારાઇ છે.
વિદ્યાર્થીઓ પણ જાણે ચોરી પે સીનાજોરી કરી રહ્યા હોય એમ હિયરિંગમાં હાજર રહ્યા ન હતા. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને મંગળવારે યુનિવર્સિટીની એક્શન કમિટીએ હિયરિંગ માટે બોલાવ્યા હતા પણ તેઓ યુનિવર્સિટીનું પણ ગાંઠતા ન હોય તેમ 39માંથી માત્ર 23 જ વિદ્યાર્થી આવ્યા હતા.
યુનિવર્સિટીમાં મંગળવારે કુલપતિની અધ્યક્ષતામાં મળેલી ઈડીએસીની મિટિંગમાં બીએ, બી.કોમ, બી.બી.એ સહિતની પરીક્ષામાં ગેરરીતિ આચરતા 39 વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ મોરબી,જેતપુર, સુરેન્દ્રનગર સહિતના સેન્ટરમાંથી હાજર રહ્યા હતા. 39 વિદ્યાર્થીમાંથી 38 વિદ્યાર્થી કે જેઓ ગેરવર્તણૂક, મોબાઈલ, નોટબુક અને માઈક્રો ઝેરોક્ષમાંથી ચોરી કરતા ઝડપાયા હતા તેઓની 1+1 પરીક્ષાની સજા ફટકારવામાં આવી છે.
જ્યારે સુરેન્દ્રનગરનો એક વિદ્યાર્થી વાઢેર તક્ષિત કે જે બીએ સેમ-6ની પરીક્ષામાં આન્સરશીટ લઈને ભાગી ગયો હતો તેને 1+4ની પરીક્ષાની સજા ફટકારવામાં આવી છે. ઈડીએસીની મિટિંગમાં વિદ્યાર્થીઓના હાથ ધરાયેલા હિયરિંગમાં માત્ર 23 જ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને તેના આધારે જ તેમને બે સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપવા દેવાની સજા ફટકારવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.