તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિલઝડપના શોકિંગ CCTV:રાજકોટમાં મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી ઢસડવાનો પ્રયાસ, મહિલાએ બૂમાબૂમ કરી, શ્વાન મદદે આવ્યા, લોકો નહીં

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપના પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઇ.
  • મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચતા તૂટી ગયો અને લૂંટાતા બચ્યો
  • ગાંધીગ્રામ પોલીસે મહિલાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી

રાજકોટમાં ચિલઝડપના પ્રયાસની ઘટના સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લીંબુડીવાડી વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લૂંટારાએ ઢસડવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહિલાએ બૂમાબૂ કરી મૂકી હતી. આથી સોનાનો ચેઇન તૂટી જતા લૂંટાતા બચી ગયો હતો. જોકે આસપાસમાંથી લોકો ઘરની બહાર નીકળે તે પહેલા લૂંટારો એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ ઘટના સવારે 7.32 વાગ્યે બની હતી.

મહિલા બૂમો પાડતી પાડતી પાછળ દોડી
મહિલા લૂંટારા પાછળ દોડી હતી. મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે આસપાસના ઘરમાંથી બહાર નીકળે તે પહેલા લૂંટારો એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI કે.એ.વાળાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છએ. અલગ અલગ વિસ્તારના CCTV તપાસી રહ્યાં છીએ. તેમજ આસપાસના ઘરમાં રહેતા લોકોના પણ નિવેદન નોંધી મહિલાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

સ્કૂટર ઉભું રાખી મારૂ ગળુ જ દબાવી દીધું-મહિલા
લૂંટનો ભોગ બનેલા મહિલાએ જણાવ્યું હતું કે, રોજ હું સાડા છ વાગ્યે મંદિરે જાવ છું. હું લીંબુડી વાડી મેઇન રોડ પર પસાર થઇ રહી ત્યારે સ્કૂટર ઉભું રાખી એક શખ્સે મારૂ ગળુ દબાવી દીધું હતું. આથી હું અવાચક થઇ ગઇ હતી. ગળુ દબાવતા મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આથી તે શખ્સે મારૂ ગળું ઢીલુ મૂક્યું હતુ અને સોનાનો ચેઇન તૂટી ગયો હતો. સવારમાં રોડ પર કોઇ હતુ જ નહીં. આસપાસમાં રહેલા શ્વાનો દોડતા દોડતા આવી ભસવા લાગ્યા છતાં તે શખ્સને ડર લાગ્યો નહીં.

ઘટના બનતા શ્વાન દોડી ગયું હતું.
ઘટના બનતા શ્વાન દોડી ગયું હતું.

શ્વાન દોડી ગયા પણ લોકો બહાર ન આવ્યા
CCTVમાં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળે છે કે લૂંટારો લૂંટ કરતો હતો ત્યારે આસપાસમાં શ્વાનો તેની પાસે દોડી ગયા હતા અને ભસવા લાગ્યા હતા. પરંતુ આસપાસના ઘરમાં લોકો બહાર નીકળ્યા નહોતા. બાદમાં રાહદારીઓ મહિલાઓની મદદ માટે દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારો ફરાર થઇ ગયો હતો.

મહિલા લૂંટારા પાછળ બૂમો પાડતી પાડતી દોડી હતી.
મહિલા લૂંટારા પાછળ બૂમો પાડતી પાડતી દોડી હતી.

થોડા સમય પહેલા ફોજદારના પુત્ર પર હુમલો કરી બે મોબાઇલની લૂંટ થઇ હતી
થોડા સમય પહેલા કાલાવડ રોડ ઉપર આવેલી એમ.જી.હોસ્ટેલના વિદ્યાર્થીઓ સામે મારામારીની એક ફરિયાદ નોંધાઇ હતી. નાનામવા રોડ ઉપર લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને આઇ.બી.માં ફરજ બજાવતા ફોજદાર સી.કે.બાબરિયાનો પુત્ર પ્રેમ મંદિર પાસે યુવતી સાથે બગીચામાં બેઠો હતો, ત્યારે સામુ જોવા પ્રશ્ને એમ.જી.હોસ્ટેલના વિદ્યાર્થી સાથે ઝગડો થતાં હોસ્ટેલના વિદ્યાર્થી સહિ‌ત 25 શખ્સે તેની ઉપર છરી, ધોકા અને તલવાર જેવા ઘાતક શસ્ત્રોથી હુમલો કરીને બે મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો