પૂજિત રૂપાણી ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ 40 બાળકને JEE અને NEETનું વિનામૂલ્યે કોચિંગ આપવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 8થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લઇને પસંદગી કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષામાં પણ ધોરણ 9, 10, 11માં 70% મેળવનાર વિદ્યાર્થી જ પરીક્ષા આપવા એલિજિબલ ગણાશે.
આ સુપર-40 બેચની વિશેષતા અંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સુપર-40માં જે બાળકો પસંદ થશે તેમને બિહારના આનંદકુમાર જેઓ દર વર્ષે 30 ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ પસંદ કરીને તેઓને આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક પાસ થવાનું કોચિંગ તદન મફતમાં આપે છે.
તેઓ પણ આ પ્રોજેક્ટમાં જોડાશે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન પણ આપશે. વિદ્યાર્થીઓએ 13 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન www.super40rajkot.com વેબસાઈટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પણ રૂબરૂ નોંધણી કરાવી શકાશે. 12મી ફેબ્રુઆરીએ પરીક્ષા અને 28મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે. આ પ્રોજેક્ટમાં કુલ 160 વિદ્યાર્થી પસંદ કરવામાં આવશે તેમાંથી પ્રોજેક્ટની ટીમ બાળકની ઘેર જઈને ખરેખર ગરીબ, મધ્યમ વર્ગના હોવાની ખાતરી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.