તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસપ્રમોશન ઇફેક્ટ:સરકારી-ખાનગી કોલેજને વારાફરતી વર્ગ વધારો અપાશે

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.12માં માસ પ્રમોશન બાદ યુનિવર્સિટીએ કોલેજોમાં વર્ગ વધારાની તૈયારી શરૂ કરી

ધો.10માં માસ પ્રમોશન બાદ ધો.11માં શિક્ષણ બોર્ડે વર્ગ વધારા માટેની અરજીઓ મગાવવાનું શરૂ કરી દીધું છે એવી જ રીતે તાજેતરમાં જ સરકારે ધો.12માં પણ પ્રમોશન આપ્યા બાદ હવે કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓને સમાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ગ વધારા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે ચાર તબક્કામાં એક્શન પ્લાન તૈયાર કરાશે જેમાં પ્રથમ તબક્કામાં સૌ પ્રથમ સરકારી અને સરકારી અનુદાનિત કોલેજો અને બીજા તબક્કામાં ખાનગી કોલેજોને વર્ગ વધારો આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં યુજીસીની ગાઈડલાઈન અને નિયમ મુજબની તમામ વ્યવસ્થાઓ ધરાવતી નવી કોલેજોને પણ મંજૂરી આપવામાં આવશે. સાથે સાથે એક્સટર્નલમાં પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવા પ્રયત્નો કરાશે.

ડો. દેશાણીએ જણાવ્યું છે કે, વર્ગ વધારા માટે અરજી કરનાર દરેક કોલેજે વર્ગ વધારા માટેના વધારાના શિક્ષકો ભરતી કર્યા હોવાનું પ્રૂફ રજૂ કરવું પડશે. ત્યારબાદ જ વર્ગ વધારા માટે મંજૂરી મળશે. માસ પ્રમોશન બાદ ધો.12ના કોઈપણ વિદ્યાર્થીનું કોલેજમાં પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ અટકે નહીં અને વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની 239 કોલેજના પ્રિન્સિપાલની ઓનલાઈન મિટિંગ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...