આત્મહત્યા:પબજીના રવાડે ચડેલા યુવાનનો આપઘાત, પબજી રમવાના કારણે નોકરીએ પણ જતો ન હતો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પુનિતનગર-8માં ચાર માળના બિલ્ડિંગમાં રહેતા જય અનિલભાઇ સાકરિયા નામના 20 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની 108 ટીમે તાલુકા પોલીસને જાણ કરી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ, જયના પિતા દસ વર્ષ પહેલા ગુજરી ગયા બાદ માતાએ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી જય આ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં એકલો જ રહેતો હતો અને તે કારની કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતા દોડી આવેલા જયના મિત્રોની પૂછપરછ કરતા જય આખો દિવસ મોબાઇલ પર પબજી રમ્યા કરતો હતો. જેને કારણે તેનો સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો. પબજીના કારણે જય છેલ્લા વીસ-પચ્ચીસ દિવસથી નોકરીએ પણ આવતો ન હોવાનું મિત્રોએ પોલીસને જણાવ્યું હતું. દરમિયાન પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા જય ઘણા દિવસોથી ઘરની બહાર નીકળતા પણ જોયો નહિ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...