તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વ્યથા:મનોવિજ્ઞાન ભવનમાં આવ્યો ફોનઃ અમારી દીકરી ચુપચાપ થઈ ગઈ છે પ્લીઝ મદદ કરો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સુશાંતસિંહ અને ખુશીના આપઘાતે માસૂમ બાળકોને અંદરથી હચમચાવી નાખ્યા છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન પર મંગળવારે એક કોલ આવે છે કે, અમારી દીકરી ચુપચાપ થઇ જાય છે. જ્યારથી સુશાંતસિંહ રાજપૂતના સમાચાર સાંભળ્યા ત્યારથી તે કહેતી હોય છે કે મારો ફેવરિટ હીરો કેમ મરી ગયો હશે? એવામાં ખુશીની ઘટના બની ત્યારથી સાવ ચુપ થઇ ગઇ છે. અમને મદદ કરો અમારે અમારી ખુશી નથી અસ્ત થવા દેવી...પ્લીઝ મદદ કરો...અમારું આ સરનામું છે પ્લીઝ અહીં આવો ને અમારી માસૂમ દીકરીને આઘાતમાંથી કેમ બહાર કાઢવી તેની માહિતી આપો.

બાળકીની સમસ્યા: ધો.7માં અભ્યાસ કરતી કુમળી વયની છોકરી જેને ઓનલાઇન શિક્ષણ, સોશિયલ મીડિયા, વિવિધ પર્સનોનો સામનો કરવો પડે છે. સાથે ઓનલાઇન હોમવર્ક, બહેનપણીને નહીં મળી શકવાની વેદનાને લીધે આકુળ વ્યાકુળ જોવા મળી.

હાલ એ છોકરી ખૂબ ગભરાયેલી છે તેને ઓનલાઇન શિક્ષણ બિલકુલ પસંદ નથી છતાં તેને કંટાળાની સાથે લેક્ચર ભરવા પડે છે. જો તે લેક્ચર એટેન્ડ નથી કરતી તો પણ તેને ખૂબ બેચેનીનો ભાવ જાગૃત થાય છે અને ગીલ્ટી અનુભવે છે. સાથે તે આ મુશ્કેલીને કારણે શાંતિથી રહી શકતી નથી. ઊંઘી શકતી નથી વધુમાં તેના પરિવારનો કંકાસ, તેના ઘરમાં દાદીમા વારે વારે તેના મમ્મીને કાઢી મૂકવાનું કહે, જે આ શબ્દોની અસર તેના માનસ પરથી જતી નથી.

તારણ: સુશાંતસિહ અને ખુશીની આત્મહત્યાની ઘટના આજે અનેક બાળકોના મગજ પર કબજો જમાવીને બેઠા છે
આજે એક દીકરીને મળવાનું થયું આ નાની ઢીંગલીને ગમે બધું, પણ કરવું કઇ ગમે નહીં...યાદ બધું જ પણ તો ય થોડી ગભરાયેલી...પ્રશ્નો પૂછતા ખબર પડી કે તેને છેલ્લા અઠવાડિયાની ઘણી ઘટનાઓમાં ત્રણ જ ઘટના યાદ હતી. પહેલી કોરોનાને લીધે બહેનપણીઓને મળી શકતી નથી. બીજી ઘટના સુશાંતસિંહની આત્મહત્યા અને ત્રીજી ઘટના ખુશીની આત્મહત્યા. આમ ઓનલાઇન શિક્ષણ, સુશાંતસિંહની આત્મહત્યાએ બાળકીના માનસ પર કબજો જમાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો