ગામોફોબિયાનું વધતું પ્રમાણ:મનોવિજ્ઞાન ભવને 810 યુવાનોનો સરવે કર્યો, 34%ને લગ્ન કરવાના વિચારથી ભય, 71.70% કમિટમેન્ટ પૂરું ન કરતા સ્વદોષ અનુભવે છે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 76%ને લગ્ન સંસ્થામાં વિશ્વાસ, જ્યારે 24%ને લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી
 • 34% ભવિષ્યમાં લગ્નજીવનની સફળતા બાબતે અસલામતી અનુભવે છે

લગ્નની જ્યારે પણ વાત આવે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ મોટેભાગે બિમાર પડી જાય છે કે ગભરાય જાય છે. છોકરીને આ રીતે જોઇને પેરેન્ટ્સ કે પરિવારને લાગે છે કે લગ્નનની વાત આવી તેનાં કારણે તે આવું વર્તન કરે છે. પરંતું વાસ્તવિક રીતે આ ગામોફોબિયા છે. ગામોફોબિયા એ એક પ્રકારનો એવો ફોબિયા છે, જે લગ્ન સંબધ કે કમિટમેન્ટ સાથે જોડાયેલ છે. જો કોઈ વ્યક્તિ પોતાનાં પાર્ટનર સાથે લગ્ન કરવાં કે ઘર વસાવવાનાં વિચારથી ભય અનુભવે છે કે પોતાનાં લગ્નની યોજનાઓ વિશે પ્રશ્ન પૂછીને પછતાવો અનુભવે છે તો બની શકે તે ગામો ફોબિયાનો શિકાર હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પીએચ.ડી.ના વિદ્યાર્થી તૌફિક એચ. જાદવે810 યુવાનો પર સર્વે કર્યો છે. જેમાં 34%ને લગ્ન કરવાના વિચારથી ભય અને 71.70% કમિટમેન્ટ પૂરું ન કરતા સ્વદોષ અનુભવે છે.

સરવેમાંમાં આવા તારણો બહાર આવ્યા

 • 42.50% લોકોને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાના વિચારના કારણે ચિંતા કે ભય લાગે છે, જ્યારે
 • 57.50% લોકોને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાના વિચારના કારણે ચિંતા કે ભય લાગતો નથી
 • 89.60% લોકો કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે, જ્યારે 10.40% લોકો કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ નથી
 • 76% લોકોને લગ્ન સંસ્થામાં વિશ્વાસ છે, જ્યારે 24% લોકોને લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી.
 • 34% લોકો લગ્ન જીવનની જવાબદારીથી ભય અનુભવે છે, અને 66% લોકો લગ્ન જીવનની જવાબદારીથી ભય અનુભવતા નથી.
 • 30.20% લોકોને લગ્ન વિશે ખોટ કે કમી કહે તો ચિડાય જાય છે, જ્યારે 69.80% લોકોને લગ્ન વિશે ખોટ કે કમી કહે તો ચિડાતા નથી
 • 34% ભવિષ્યમાં લગ્નજીવનની સફળતા બાબતે અસલામતી અનુભવે છે અને 66% ભવિષ્યમાં લગ્ન જીવનની સફળતા બાબતે અસલામતી અનુભવતા નથી
 • 71.70% કમિટમેન્ટ પૂરું ન કરી શકાયું હોય ત્યારે સ્વદોષનો અનુભવ કરે છે, જ્યારે 28.30% કમિટમેન્ટ પૂરું ન કરી શકાયું હોય ત્યારે સ્વદોષનો અનુભવ થતો નથી
 • 86.80% લગ્ન કરીને એક પાત્ર સાથે પૂરું જીવન કમિટમેન્ટ સાથે રહેવા ઈચ્છે છે, જ્યારે 13.20% લગ્ન કરીને એક પાત્ર સાથે પૂરું જીવન કમિટમેન્ટ સાથે રહેવા ઇચ્છતા નથી.
 • 28.30% વિજાતીય પાત્ર સાથે કમિટમેન્ટ નહી જાળવી શકું એવા વિચારથી આવેગિક અસંતુલન અનુભવે છે, જ્યારે 71.70% વિજાતીય પાત્ર સાથે કમિટમેન્ટ નહીં જાળવી શકું એવા વિચારથી આવેગિક અસંતુલન અનુભવતા નથી

ગામોફોબિયા એટલે શું?
સામાન્ય રીતે ગામોફોબિયાને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાનાં ભય તરીકે ઓળખવામાં આવે છે. પરંતું આ માત્ર લગ્નનો ભય નથી. આ મનોવૈજ્ઞાનિક અને શારીરિક લક્ષણોનો સામનો કરવા માટે, સંબંધો જાળવી રાખવાની અસમર્થતા કમિટમેન્ટનો ભય છે. આ લક્ષણો ક્યારેક ક્યારેક એટલી ચરમસીમાએ હોય છે કે જેના પરિણામે ગભરાહટ અને ચિંતા ઉત્પન્ન થાય છે. આ ભયમાં લગ્નનથી માંડીને તેનાં પાર્ટનર સાથે ખૂશ રહેવા સુધીનો ભય લાગે છે. તે વિચારીને ડરી જાય છે કે કેવી રીતે બધું હેન્ડલ કરશે અને તેને શારીરિક અને માનસિક રીતે તકલીફ પડે છે.

ગામોફોબિયાના લક્ષણો

 • કમિટમેન્ટના વિચારથી ભય
 • કોઈપણ કામમા કમિટમેન્ટ કરવામાં અસમર્થતા
 • ચિંતા
 • નકારાત્મક વિચાર અને ભૂતકાળમાં રહેવુ​​​​​​​
 • નિયંત્રણ ખોઈ બેસવું
 • આક્રમક બની જવું
 • હદૃયમાં દુઃખાવો થવો​​​​​​​
 • ક્યારેક બેભાન થઈ જવું
 • શ્વાસ લેવામાં તકલીફ
 • ​​​​​​​બેહૂદું વર્તન​​​​​​​
 • આવેગિક રીતે અસંતુલિત
 • ચક્કર આવવા
 • લગ્નના વિચારથી ભય
 • સાચો પાર્ટનર શોધવામાં મુશ્કેલી

ગામોફોબિયાના કારણો

 • અસુરક્ષા
 • પરિત્યાગનો ભય
 • ડિપ્રેશન
 • અવ્યવસ્થિત ઉછેર
 • કોઈ નજીકની વ્યક્તિ છોડીને જતી રહી હોય
 • પોતે અસુરક્ષિત છે તેવું અનુભવે ત્યારે
 • માતા-પિતા સાથે બેહદ પ્રેમ
 • પોતાની જાતને નુકસાન પહોંચાડવાની આદત

ગામોફોબિયાનો ઉપચાર
​​​​​​​ગામોફોબિયા એ એક ગંભીર સમસ્યા છે જે પ્રતિબદ્ધતાના ભયને કારણે કોઈ પ્રકારના સંબંધો કે પારિવારિક જીવનને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. આથી ડોક્ટર કે સલાહકાર સાથે વાતચીત કરી તત્કાલ ઉપચાર કરાવવો જોઈએ. જો છ મહિના કે લાંબો સમય સુધી રહે તો વ્યક્તિના જીવનને ઘણું નુકસાન પહોંચાડે છે. આથી ઝડપથી ઉપચાર કરવો જરૂરી બને છે.

1. કોગ્નીટીવ બિહેવિયાર થેરાપી
આ થેરાપીમાં ચિકિત્સક પ્રતિબદ્ધતાના ભય વિશેના નકારાત્મક વિચારોને દૂર કરે છે. જે તે રોગીઓ માટે વધારે ફાયદાકારક છે જે આવેગિક કુસમાયોજીત હોય છે. ગામોફોબિયાના દર્દી માટે પણ આ થેરાપી ફાયદાકારક બને છે.

2. સલાહ
સલાહ એ સૌથી મહત્વપૂર્ણ ઉપચારમાંથી એક અસરકારક ઉપચાર છે. સલાહ દ્વારા લોકોને પોતાના અનુભવ, ભય, અને લાગણીઓથી સાજા થવામાં મદદ કરે છે.

3. હિપનોથેરાપી

4.વર્તન થેરાપી
આ થેરાપીમાં સકારાત્મકતા સાથે નકારાત્મક દૃષ્ટિકોણને બદલવામાં મદદ કરે છે. વ્યક્તિના અનિચ્છિત વર્તનની ભાતને બદલવામાં આવે છે.

5. દવા
ડોકટરની સલાહ મુજબ દવાઓ લેવી.

ગામોફોબિયા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 • એ અહેસાસ કરવો કે લગ્ન પછી વાસ્તવમાં કઈ બદલતું નથી
 • પોતાના ભયના મૂળ સુધી પહોંચવું
 • લગ્ન માટેની ઈચ્છાઓની તપાસ કરવી
 • પક્ષપાતી ન બનવું જોઈએ
 • પોતાની આજુબાજુ જોવા મળતી નેગેટિવ ફેમિલી ભાતને દૂર કરવી
 • ​​​​​​​સુનિશ્ચિત કરવું કે પોતાના સાથીને સારી રીતે જાણો છો
 • પોતાના સાથી સાથે દરેક બાબતો શેર કરવી
 • પોતાના સાથી વ્યક્તિત્વનું સન્માન કરવું
 • લગ્ન સાથે કઈ ઈચ્છાઓ રાખો છો તેની ખુલીને વાત કરવી
અન્ય સમાચારો પણ છે...