સર્વે:ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌ.યુનિ.નો 1170 લોકો પર સર્વે, 81% લોકો બાળકોને લઇ ચિંતિત, 62%એ ઘરે તહેવારો ઉજવવાનું કહ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોને સૌથી વધુ અસર થવાની સંભાવના (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
બાળકોને સૌથી વધુ અસર થવાની સંભાવના (પ્રતિકાત્મક તસવીર).
  • સાતમ-આઠમ પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે
  • સામાજિક સંબંધો ટકાવવા હળવું મળવું જોઇએ તેવું ગ્રામ્ય લોકો માને છે

કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો છે ત્યારે ત્રીજી લહેરની દહેશત મંડરાય રહી છે. ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે. સાથે ત્રીજી લહેર બાળકો માટે ખતરો સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી ત્યારે માતા-પિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઇ રહ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલે સર્વે કર્યો છે. જેમાં 1170 લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્યના લોકોનું માનવું છે કે સામાજિક સંબંધો ટકાવવા હળવું મળવું જોઇએ, જ્યારે શહેરના લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી માની રહ્યાં છે. સાતમ-આઠમ પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે. 81 ટકા લોકો બાળકોને લઇ ચિંતિત છે અને 62 ટકા લોકો ઘરે તહેવારો ઉજવવાનું માની રહ્યાં છે.

1. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે?
- હાઃ 68%
- નાઃ 11%
- કહી ન શકાયઃ 21%

2. ત્રીજી લહેરને લઈને ચિંતિત છો?
- હાઃ 78%
- નાઃ 22%

3. ત્રીજી લહેરનો ભોગ ન બનવું પડે માટે વેક્સિન કે અન્ય કોઈ ઉપાય કરો છો?
- હાઃ 69%
- નાઃ 31%

4. એવું સાંભળ્યુ છે કે, ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ઘાતક છે માટે આપ બાળકને લઈને ચિંતિત છો?
- હાઃ 81%
- નાઃ 19%

5. ત્રીજી લહેર ન ફેલાય માટે ઘરે રહીને તહેવારો ઉજવવાનું પસંદ કરશો?
- હાઃ 62%
- નાઃ 38%
ગ્રામ્યના લોકો 72% સામુહિક રીતે તહેવાર ઉજવવાની તરફેણમાં છે. તહેવારો ઘરે એકલા થોડા ઉજવી શકાય? સામાજિક માળખું તૂટવાનો ભય ગ્રામ્ય લોકોને લાગી રહ્યો છે.

6. આપના બાળકને કોરોનાની અસર ન થાય માટે અત્યારથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા કોઈ ઉપાય કરો છો?
- હાઃ 79%
- નાઃ 21%

7.કોરોના પછી વૃક્ષો અને પ્રકૃતિની જાળવણી કરવાનું પસંદ કરો છો?
- હાઃ 60%
- નાઃ 40%

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સર્વે કર્યો (ફાઇલ તસવીર).
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સર્વે કર્યો (ફાઇલ તસવીર).

8. કોરોનાની ત્રીજી લહેર ન આવે માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ?
- પુરતી સાધન સુવિધા ઊભી કરવાથી ત્રીજી લહેરને ખાળી નહીં શકાય, માટે પુરતા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ જોઈશે.
- વ્યવસ્થા સારી વિકસાવવી હોય તો તળિયેથી ઉપર તરફ એટલે કે ગામડાંથી શહેરો તરફ માળખાગત સુવિધા વધારવી જોઈએ.
- આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર હોવા જોઈએ, ત્યાં નર્સ પુરતી હોવી જોઈએ.
- શહેરો અને ખાસ કરીને ગામડામાં રસીકરણની ઝડપથી વધારવું
- રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, પેરાસીટામોલ, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ તેમજ જરૂરી તમામ દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પુરતો જથ્થો એકઠો કરી રાખવો જોઈએ.
- કોરોનામાં સૌથી પહેલી અને ખાસ જરૂર ઓક્સિજનની જ હોય છે. માટે ઓક્સિજનનું ઉત્પાદન વધારવાથી ફાયદો થશે. સાથે ઓક્સિજન સાથે સંકળાયેલા અન્ય ચીજો જેમ કે, બાટલાના મોઢા પર લગાડવાના રેગ્યુલેટર આવી નાની નાની પાયાની ચીજોનું ઉત્પાદન વધારવું જોઈએ.
- જે દુકાનદારો, શાકભાજી વિક્રેતા વગેરે જે સુપર સ્પ્રેડર્સ હોય તેમનું રસીકરણ બને તેટલું જલ્દીથી કરવું જોઈએ.
- જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને બેડ મળી રહે માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પુરતા પ્રમાણમાં બેડની અને અન્ય સુવિધા વિકસાવવી જોઈએ.

9. સંભવત ત્રીજી લહેર આવે તો તમે તેના માટે સાવચેતીના કેવા પગલાં લેશો?
- કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે સૌપ્રથમ વેક્સિનના બન્ને ડોઝ લેશું.
- બાળકો માટે ત્રીજી લહેર ઘાતક હશે માટે બાળકોને માસ્ક પહેરવાની આદત અત્યારથી પાડવી, બહાર રમવા ન મોકલવા
- ભીડભાડવાળી જગ્યા પર ન જવા, બહારની ખાવા-પીવાની વસ્તુનો ન આપવી
- પૌષ્ટિક આહાર અને ઈમ્યુનિટી મજબૂત બનાવવા માટે જરૂરી તમામ બાબતો અત્યારથી ધ્યાનમાં રાખીએ.
- સમયાંતરે હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ પંપથી સારી રીતે ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાયરસ નાશ પામે છે. અને આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળીશું.
- જાહેર કાર્યક્રમ તેમજ લગ્ન પ્રસંગમાં જવાનું, ભીડ, બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળશું અને તહેવારો ઘરમાં રહીને ઉજવીશું.
- ભારતીય પરંપરા મુજબ હાથ મેળવવા કરતાં નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરીશું.
- ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલુ ઉપાય તેમજ ઘર પરિવારમાં કોઈને તાવ કે શરદી ઉધરસ જણાય કે તરત જ યોગ્ય સારવાર કરીએ.
- કોરોનાની ત્રીજી લહેર માટે માત્ર સરકારે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ વ્યક્તિગત કાળજી લેશે તો ત્રીજી લહેર આવતાં અટકાવી શકીશું.

10. કોરોનાની ત્રીજી લહેર ફેલાવવા પાછળ ક્યાં ક્યાં કારણો તમારી દ્રષ્ટિએ જવાબદાર હોય શકે?
- જાહેર મેળાવડાઓ, અપુરતી કાળજી અને સરકાર તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન કરવું.
- વેક્સિન અંગેની ખોટી માન્યતાઓ
- જો ત્રીજી લહેર આવે તો નાનાં શહેરો અને ગામડાં માટે વધારે ચિંતાજનક રહેશે એવું નિષ્ણાતો માને છે. કેમ કે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં અપુરતી સુવિધાઓ, માળખાગત સુવિધા પુરતી હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોની કમી, સરકાર ગામડામાં વેન્ટિલેટર તો મૂકી દેશે, પણ એ ચલાવનારાની જરૂર પણ પડશે.
- ગામડામાં રસીકરણની સંખ્યા શહેર કરતા ઓછી હોવી.
- શહેરના લોકો ઘરે રહીને તહેવાર ઉજવવા તૈયાર હોય છત્તા ગામડામાં તહેવારો એટલે સામુહિક અને સામાજિક મેળાવડો માટે ત્યાં સંક્રમણનું પ્રમાણ વધી શકે.

ત્રીજી લહેરનો ખતરો બાળકો પર વધારે હોવાની સંભાવના.
ત્રીજી લહેરનો ખતરો બાળકો પર વધારે હોવાની સંભાવના.

તંદુરસ્તી માટે કાળજી લો
- નિયમિત કસરત કરો, સંતુલિત પૌષ્ટિક ખોરાક લો અને પુરતા પ્રમાણમાં પાણી પીવો.
- ધૂમ્રપાન ટાળો અને વધારે શરાબપાન ન કરો
- માહિતી યોગ્ય જગ્યાએથી જ મેળવો અને મહામારી વિશે વાંચવાનું અને જોવાનું મર્યાદિત પ્રમાણમાં જ રાખો. લાગણીઓનો સામનો કરો, કેટલીક સ્થિતિ આપણા કાબૂમાં નથી તેવું કબૂલવામાં કશું ખોટું નથી. તેના બદલે તમારા નિયંત્રણમાં હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો, જેમ કે તમારું વર્તન તમને મજા પડતી હોય તે પ્રવૃત્તિ કરો.
- શક્ય ન હોય ત્યારે સ્થિતિને સ્વીકારી લો, નવું શીખો.
- વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને યાદ રાખો કે આ સંકટ થોડા સમય માટે જ છે રૂટિન જેવું રાખીને સારી ઊંઘ લો અને સૂતાં પહેલાં કેફેન તથા સ્ક્રીન ટાઇમ ઓછો.
- માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ફોન, વીડિયો કોલ કે સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમને ચિંતા થતી હોય તે બાબતની ચર્ચા ન કરો
- બીજા લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો
- તમારું નવું રૂટિન હોય તેને સુચારુ રીતે ચલાવવા માટે વ્યવહારુ માર્ગો શોધો, શાકભાજી કેમ લાવવા, ઘેરથી કામ કેમ કરવું વગેરે બાળકો માટે ઘાતક હોવાથી માતા- પિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- મા પોતાના બાળકોને દૂધ પિવડાવતી હોય છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું પડશે કે બાળકો ઓક્સિન માસ્ક ઉતારીને ફેંકી ન દે.
- એકવાર પેરેન્ટ્સને વેક્સિન લગાવી દેવામાં આવે તો બાળકો સંક્રમિત થવાની સંભાવના ઘણી ઓછી થઈ જશે.
- નિયમિત હેન્ડવોશ, સેનિટાઈઝર અને માસ્કની ટેવ પાડવા બાળક ને સમજ આપવી.
- બાળકને પૌષ્ટિક આહાર આપવો નાના બાળકોને 8થી 10 કલાકની નિંદર કરાવવી.
- ઝીંક અને વિટામીન સી વાળા ફળો તેમજ ખોરાક આપવો.
- જંક ફુડ પેકેજ્ડ ફૂડ તેમજ ઠંડો ખોરાક ટાળવો.
- શરદી- ઉધરસ ધરાવતા વડીલોએ ઘરમાં સતત માસ્ક પહેરી રાખવું
- હકારાત્મક વાતો કરી બાળકમા હકારાત્મક તેમજ સર્જનાત્મક અભિગમ કેળવાવવો.
- બાળકને ભીડભાડવાળી જગ્યાઓ પર ન લઈ જવું.

અન્ય સમાચારો પણ છે...