પોલીસે લાલ આંખ કરી:જાહેરમાં ફટાકડા ફોડતા, શરતોનો ભંગ કરનાર સહિત 9 સામે કાર્યવાહી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાને રાખી જાહેરમાં ફટાકડા ન ફોડવા પર તેમજ વેપારીઓને કેટલીક શરતોને આધીન વેચાણની હંગામી ધોરણે મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં પોલીસ તંત્રના આ જાહેરનામાનો લોકો ભંગ કરતા હોય આવા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.

ત્યારે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેરમાં ફટાકડા ફોડતા અને શરતોનો ભંગ કરનાર વેપારીઓ સહિત નવ સામે કાર્યવાહી કરી છે. જેમાં કૈસરે હિંદ પુલ પાસેથી કિરીટ વિહાભાઇ ગમારા, પેડક રોડ, પટેલ વાડી પાસેથી હર્ષદ ગોવિંદભાઇ ભખવાડિયા, રૈયા રોડ પરથી કલ્પેશ રઘુભાઇ ચોવટિયા અને સુરેશ ગોરધનભાઇ કાકડિયા, નાનામવા મેઇન રોડ પરથી ભરત ચંદુભાઇ ભલસોડ, બજરંગવાડીમાંથી જાહીદ સુલેમાનભાઇ ખફીફનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત કેટલાક વેપારીઓ પાસે લાઇસન્સ ન હતું, જોખમકારક ફટાકડાનું વેચાણ કરતા તેમજ સ્ટોલ કે દુકાનમાં કોઇ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જ્યારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી લોકોને ભયભીત કરતા હર્ષ ઉર્ફે મોરલ રજની દવે, સોહિલ ઉસ્માન બુકેરા અને પ્રતિક જિતેન્દ્ર ભીમાણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.