તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સ્કિલ-લેંગ્વેજ, સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની દરખાસ્ત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અદ્યતન સેન્ટર વિકસાવવા રૂ. 50 કરોડની ગ્રાન્ટની માગણી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા ભવનો અને સેન્ટર્સ બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સત્તાધીશોએ કેમ્પસમાં સ્કિલ સેન્ટર, ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર, લેંગ્વેજ સેન્ટર, સાઇકોલોજિકલ વેલનેસ સેન્ટર, લોક સાંસ્કૃતિક કેન્દ્ર સહિતના વિકાસકામો કરવા માટેની જુદી જુદી વિસ્તૃત પ્રપોઝલ બનાવી સરકારમાં મોકલી છે અને આ તમામ સેન્ટર શરૂ કરવા માટે 50 કરોડની ગ્રાન્ટની પણ માગણી કરી છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સંશોધન કરી શકે, લેબમાં પ્રયોગ કરી શકે,

નવીનીકરણ કરી શકે, નવી પેટન્ટ બનાવી શકે તે માટે યુનિવર્સિટી કેમ્પસમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના અધ્યાપકોને પણ એક્સપર્ટ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં યોગ્ય માર્ગદર્શન આપી શકાય તે માટે 10થી વધુ લેંગ્વેજની ટ્રેનિંગ આપવા માટે લેંગ્વેજ ટ્રેનિંગ સેન્ટર રૂ.14 કરોડના ખર્ચે બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો