નિર્ણયની રાહ:ગવરીદડ પાસે વૃક્ષો ઉગાડવાની દરખાસ્ત પેન્ડિંગ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગવરીદડ ગામના રસ્તે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન ખાતે 20 એકર જમીનમાંથી 18 એકર જમીનમાં 2.58 કરોડ રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ અને ત્રણ વર્ષ નિભાવણી કરવાનું કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પેન્ડિંગ રાખી છે અને અન્ય 16.51 કરોડ રૂપિયાની 47 દરખાસ્ત મંજૂર કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે વૃક્ષારોપણની દરખાસ્તમાં સ્થળ મુલાકાત લીધા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. એક એકરમાં કેટલા વૃક્ષોનું વાવેતર થશે, કેવા પ્રકારના વૃક્ષોનું વાવેતર સહિતના મુદ્દાઓની ચકાસણી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...