દરખાસ્ત:અમૂલને ગઢકામાં જમીન આપવા દરખાસ્ત, 1000ની આસપાસ ભાવ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદપરમાં ભાવ મોંઘો પડતા અહીં જમીન પસંદ કરાઈ
  • જંત્રીનો ભાવ રૂ.520 નક્કી કરાયો, સમિતિ નિર્ણય કરશે

અમૂલ પોતાનું એક મસમોટું યુનિટ રાજકોટ શહેરમાં શરૂ કરવા માગે છે. આ માટે આણંદપરમાં જમીન માગવામાં આવી હતી પણ તેનો ભાવ ખૂબ વધારે લાગતા તે જમીનને પડતી મુકાઈ હતી અને બીજા સ્થળોએ ચકાસતા રાજકોટ તાલુકાના ગઢકા ગામે સરવે નં. 477ની 100 એકર જમીન પસંદ કરી છે જેના માટે દરખાસ્ત કરવામાં આવી છે.

અમૂલે જમીનની પસંદગી કરતા પ્રાંત અધિકારીએ જંત્રીના ભાવ અંગે નિર્ણય લઈ જિલ્લા કલેક્ટરને જમીન માટે દરખાસ્ત કરી છે. હવે જિલ્લા કલેક્ટર આ અંગે નિર્ણય લઈ જમીન કિંમત નક્કી કરવા માટે સમિતિની બેઠક બોલાવશે જેમાં જમીનની વેચાણ કિંમત નક્કી કરાશે અને ત્યારબાદ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલાશે.

જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે તે જોતા અમૂલને જમીન ખરીદી માટે 1000 રૂપિયા પ્રતિ ચોરસ મીટરની આસપાસનો ભાવ આવશે તેવી શક્યતા છે. તે જોતા પણ અમૂલને આણંદપર કરતા ઘણી સસ્તી જમીન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...