તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનને પ્રોત્સાહન:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેક્સિન લેનાર વિદ્યાર્થીને 5 માર્ક આપવાની વિચારણા, સિન્ડીકેટ બેઠકમાં ઉપકુલપતિ દરખાસ્ત રજૂ કરશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ
  • વેક્સિન લેનારને હાજરીના 5 ગુણ આપવાનું આયોજન
  • ઓનલાઈન અભ્યાસને કારણે હાજરી ફરજીયાત નથી પણ માર્ક મુકવામાં આવશે

કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સિનેશન માટે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ વેક્સિન મુકાવે અને પરિવાર તેમજ પાડોશીને પણ વેક્સિન મુકવા સમજાવશે. આ સાથે વેક્સિન મુકનાર વિદ્યાર્થીને 5 માર્ક આપવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિચારણા કરી રહી છે. જેના માટે દરખાસ્ત આગામી સિન્ડિકેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે.

18 વર્ષ કરતા મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અપીલ
સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનની ઝડપ વધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. વેક્સિન અંગે ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં જાગૃતતા આવે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને મેદાને ઉતારવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, વેક્સિનેશન ઝડપી થાય અને ત્રીજી લહેરમાં મોટાભાગનાં લોકો વેક્સિન લઇને સુરક્ષિત થાય તે માટે 18 વર્ષ કરતા મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાનાં પરિવારજનોને અને પાડોશીને વેક્સિન લેવા માટે સમજાવશે. ખોટી ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ લોકોને સમજાવશે.

આવી રીતે અપાશે 5 માર્ક આપવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સિન લેનાર વિદ્યાર્થીઓને 5 માર્ક આપવાનું આયોજન કરી રહી છે. જેમાં સામાન્ય રીતે હાજરીના 5 માર્ક મુકવામાં આવતા હતા પરંતુ ઓનલાઇન અભ્યાસનો સરકારનો પરિપત્ર હોવાથી હાજરી ફરજીયાત નથી. તેવામાં આ 5 માર્ક વેક્સિન લેનાર વિદ્યાર્થીઓને આપવા માટેની દરખાસ્ત સિન્ડીકેટની બેઠકમાં મુકવામાં આવશે. તમામ સિન્ડિકેટ સભ્યો આ દરખાસ્તને મંજૂરી આપશે તો વહેલી તકે અમલવારી પણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઉપકુલપતિ વિજય દેસાણી.
ઉપકુલપતિ વિજય દેસાણી.

50 લોકોની ટીમ ગામડે ગામડે ફરી લોકોને વેક્સિન અંગે જાગૃત કરે છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક સર્વેમાં વેક્સિનને લઇને ગામડામાં 36 ટકા લોકો અંધશ્રદ્ધામાં માનતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં લોકોનું કહેવું હતું કે, વેક્સિન લઇશું તો બે વર્ષમાં મરી જઇશું, અમે માનતા રાખી છે એટલે જો વેક્સિન લઇએ તો માતાજી કોપાયમાન થાય. આવી ગેરમાન્યતાઓ ગામડામાં પ્રવર્તી હોવાથી રાજકોટ જિલ્લા કલેક્ટરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનભવનના 50 લોકોની ટીમ ગામડાઓમાં મોકલી છે. આ લોકો ગ્રામજનોને સમજાવી અને વેક્સિનના ફાયદા જણાવી રહ્યાં છે અને લોકો વેક્સિન મુકાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...