જમીન માપણી માટે દરખાસ્ત:સરકારી જમીનમાં દુકાનો ખડકનારા 13ને દંડ, લેન્ડ ગ્રેબિંગ માટે દરખાસ્ત

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઠારિયામાં માલધારી ફાટક પાસે 670 ચો.મી. જમીન દબાવી કોમ્પ્લેક્સ બનાવ્યું
  • તાલુકા મામલતદારે હુકમ કરતા જમીન દબાણકારોમાં ફફડાટ

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સરવે નં. 352માં અનેક દબાણો ખડકાઈ ગયા છે તેને કારણે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સરકારી જગ્યા પર દબાણ કરી પ્લોટ પાડીને મકાનો તેમજ દુકાનો તેમજ કારખાનાઓ બનાવી દેવાય છે અને પછી ભાડે ચડાવી આવક શરૂ કરી દેવાય છે. આ રીતે જ માલધારી ફાટક પાસે 670 ચો. મી. જગ્યામાં એક જ કતારમાં 13 દુકાનનું કોમ્પ્લેક્સ ઊભું કરાયું હતું. તાલુકા મામલતદાર કે. એમ. કથીરિયાના જણાવ્યા અનુસાર આ જગ્યા સરકારી હોવાને કારણે દુકાનદારોને નોટિસ આપી પુરાવાઓ માટે 11-04-2019ની મુદ્ત આપી હતી, પરંતુ તે મુદ્દતે કોઇ હાજર રહ્યું ન હતું ત્યારબાદ અલગ અલગ 3 મુદ્દત અપાઈ તેમાં પણ કોઇ આવ્યું નહિ આખરે ડીઆઈએલઆર કચેરીનો પ્રતિભાવ લેવાતા તેમણે માપણી જરૂરી ગણાવી હતી.

આથી નાયબ કલેક્ટર રાજકોટ શહેર-2 મારફત કલેક્ટરને જમીન માપણી માટે દરખાસ્ત કરાઈ હતી જેમાં પણ કોઇ મુદ્દતે હાજર ન રહેતા 23-11-2020ના સર્વેયરને રૂબરૂ સાંભળી માપણી શીટ મુજબ જમીન સરકારી ખરાબાની હોવાનું સાબિત થયું હતું. જેથી સપ્તાહ પહેલા તમામ દબાણકર્તાઓને તેમણે રોકેલી જગ્યા મુજબ 32500થી શરૂ કરીને 56550નો દંડ કરાયો છે. આ ઉપરાંત રેવન્યૂ તલાટીને તમામ વિરુદ્ધ સરકારી જમીન ગીરો, વેચાણ કે ભાડા પર આપી હોય તો તે આધાર પુરાવા મેળવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટે દરખાસ્ત કરવા આદેશ કર્યો છે.

વાસુ ડેર અને કમલેશ રામાવત સૂત્રધાર
જે દબાણકારોને દંડ ફટકારાયો છે તેમાં કમલેશ રામાવત અને વાસુ ડેરના નામો તો છે પણ એક વર્ષ પહેલા રોજકામ દરમિયાન પરપ્રાંતીયોએ પોતાની દુકાનમાં પણ આ બંને શખ્સના નામ લખાવ્યા છે તેથી એવી પૂરી શક્યતા છે કે, વાસુ ડેર અને કમલેશ રામાવત જ જમીન દબાણ મામલે સૂત્રધાર છે અને તેમણે પરપ્રાંતીયોને બારોબાર દુકાનો ભાડે અથવા વેચાણથી આપી દીધી છે.

આ દબાણકારોને દંડ ફટકારાયો
કરીમ લિંગડિયા(અમન એગ્સ), રામજનમ શર્મા અને વાસુ ડેર(બોમ્બે હેર ડ્રેસર), સારા જિગ્નેશ અને વાસુ ડેર(બંસી સેલ્સ એજન્સી), પ્રવીણ પ્રજાપતિ અને વાસુ ડેર, વિરેન્દ્ર વાળા(ડિલક્સ પાન), પ્રતિપાલસિંહ જાડેજા(આશાપુરા મોબાઈલ), સિદ્ધાર્થ ડાંગર(શિવશક્તિ ગાંઠિયા), હરદેવસિંહ જાડેજા(વિરાજ એન્જિ.), કમલેશ રામાવત(વી. કે. ઈન્ડસ્ટ્રીઝ), રવિ કાકડિયા(ખોડિયાર સ્ટીલ), સ્ટાર એન્ટરપ્રાઈઝ, હરિ શર્મા અને કમલેશ રામાવત(જે. કે. ઈન્ડસ્ટ્રીઝ), કમલેશ રામાવત(મિલન મશીન ટુલ્સ)

અન્ય સમાચારો પણ છે...