રાજકોટ મનપાએ ગત વર્ષે એપ્રિલથી એડવાન્સ વેરા વળતર યોજના શરૂ કરી હતી. જે બે મહિના જ લાગુ પડે છે. આ વર્ષે પણ 7 એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખ લોકોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. ત્યારે લોકોને આ અંગે થતા પ્રશ્નોના નિરાકરણ માટે મનપા દ્વારા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.
વેરા અંગે જરૂરી માર્ગદર્શન મળશે
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, 0281-2221602, 0281-2221605 તથા 0281-2221606 પર ફોન કરતા મિલકત, પાણી અને વ્યવસાય વેરા અંગે જરૂરી માર્ગદર્શન મળી જશે. આ ટેલીફોનિક હેલ્પલાઇન કામકાજના દિવસોએ ઓફિસ સમય દરમિયાન સવારે 10:30થી સાંજે 06:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે
હેલ્પલાઈન પર આ સુવિધાઓ ઉપલબ્ધ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.