તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદનો અંત:રાજકોટમાં RMC અને રેલવે વચ્ચે વર્ષ 1954થી ચાલતો પ્રોપર્ટી ટેક્સનો વિવાદ ઉકેલાયો, રેલવે રૂ.15 કરોડ ચૂકવી MOU કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પણ આ મુદ્દો પહોંચ્યો હતો

રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વચ્ચેનો વર્ષો જૂનો ટેક્સનો પ્રશ્ન ઉકેલાય ગયો છે. રેલવે અને મહાનગરપાલિકા વચ્ચે આ વિષયમાં થયેલા એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર પણ થઇ ગયા છે. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા કાર્યવાહી આગળ ધપાવશે. રેલવે પાસેથી મહાનગરપાલિકાએ આશરે રૂ.15 કરોડ જેવી રકમ વસૂલ થશે.

2003માં મનપાએ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી
રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વચ્ચે પ્રોપર્ટી ટેક્સ મુદ્દે વર્ષ 1954થી આ વિવાદ વણ ઉકેલ્યો હતો. વર્ષ1997માં આ પ્રકરણ હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જેના ચૂકાદા સામે 2003માં રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અને સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેલવે સાથે MOU કરવા બાબતે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. આ વિષયમાં બંને તંત્ર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. જેમાં સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે રેલવેએ સૈદ્યાંતિક સ્વીકાર કર્યો હતો. જેના પગલે MOUનો મુસદો તૈયાર કરાયો હતો.

સર્વિસ ચાર્જ મુદ્દે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો
તાજેતરમાં જ મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે અને રાજકોટ મહાનગરપાલિકાની એક સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની ચર્ચા દરમિયાન સર્વિસ ચાર્જ મુદ્દે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. જેના પગલે MOU પર બંને પક્ષકારોનાં હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકી હતી. રેલવે પાસેથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સને બદલે સર્વિસ ચાર્જ વસૂલવાનો થાય છે. અગાઉની બાકી રકમ સહિત કુલ આશરે રૂ. 15 કરોડ જેવી રકમનું બિલ રેલવેને મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...