નિર્ણય:કોલેજોમાં ફી ભરનાર સેમેસ્ટર-2 અને 4ના વિદ્યાર્થીને પ્રમોશન, એક્સટર્નલ કરનારને નહીં

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રની કોલેજોમાં ભણતા 1.25 લાખ વિદ્યાર્થીઓને 10 દિવસમાં માર્કશીટ અપાશે

કોલેજોના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને MBP (મેરિટ બેઝ પ્રોગ્રેશન) આપવાની જાહેરાત કરી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ કરી રહેલા બીએ, બી.કોમના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓને આ માસ પ્રોગ્રેશનનો લાભ નહીં મળે. યુનિવર્સિટીએ એક્સટર્નલના વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેશન નહીં આપવા પાછળનું કારણ ઇન્ટર્નલ માર્ક ગણાવ્યા છે. એક્સટર્નલના વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્ક નહીં મળતા હોવાને કારણે ગણતરી થઇ શકે નહીં પરંતુ ખરેખર જે વિદ્યાર્થીએ કોલેજોમાં નિયમિત ફી ભરી છે તેવા વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેશન અપાયું છે જ્યારે એક્સટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.

કોલેજોના વિદ્યાર્થીઓને ફી પરત ન આપવી પડે તે માટે માત્ર કોલેજોના રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રોગ્રેશન અપાયું છે અને એક્સટર્નલના વિદ્યાર્થીઓને ગણ્યા નહીં હોવાની પણ શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.રેગ્યુલરના જુદા જુદા કોર્સના બીજા અને ચોથા સેમેસ્ટરના આશરે સવા લાખ વિદ્યાર્થીઓને આગામી 10 દિવસમાં જ માર્કશીટ આપી દેવાશે. યુનિવર્સિટી દ્વારા અપાનારી માર્કશીટમાં કોવિડ-19 મેરિટ બેઝ પ્રોગ્રેશન એવું સ્પષ્ટ લખેલું હશે

તેમજ માર્કશીટની પાછળ વિદ્યાર્થીને આપેલા માર્કની ગણતરી દર્શાવેલી હશે કે આંતરિક મૂલ્યાંકનના કેટલા માર્ક અને અગાઉના સેમેસ્ટરના કેટલા માર્ક મળ્યા તેની ગણતરી દર્શાવેલી હશે. ડિગ્રી અને અનુસ્નાતકમાં પણ મેરિટ પ્રોગ્રેશનનો લાભ નહીં મળે.અંતિમ સેમેસ્ટર ડિગ્રીનું હોવાથી તેની અને અનુસ્નાતક અભ્યાસક્રમની પણ પરીક્ષા લેવાશે. BA, B.com, B.sc, BCA, B.sc IT, BBA, BRS, BSW, BAID, BPA, B.ed, B.sc Home Science, MSCECI સહિતના કોર્સમાં બીજા અને ચોથા સેમેસ્ટરના રેગ્યુલર વિદ્યાર્થીઓને પ્રોગ્રેશનનો લાભ અપાશે.

અન્ય સમાચારો પણ છે...