રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા લાવવા તેમજ પ્રજાજનો વાહનોનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરે તે માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ મુખ્ય વિસ્તારમાંથી નગરજનો સાયકલ ભાડે લઇ શકે તે માટે સાયકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સાયકલનું એક કલાકના ભાડા કરતા રિક્ષા અને બસનું ભાડું સસ્તુ હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં મનપાએ સાયકલનું એક કલાકનું ભાડું રૂપિયા 20 રાખવામાં આવતા નગરજનો આ પ્રોજેક્ટનો યોગ્ય લાભ લઈ શકતા નથી. આથી હાલ સાયકલોની ભંગાર જેવી હાલત થતા ધૂળ ખાય છે. વર્ષે 2 લાખ રૂપિયાનો ખર્ચ જાળવણી માટે કરાય છે.
સાયકલ શેરિંગ પ્રોજેક્ટનો લોકોમાં રસ ઉતર્યો
બીજી તરફ મહાનગરપાલિકાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કોટેચા ચોકમાં 20થી વધુ સાયકલ રાખવામાં આવી છે. જેનો ઉપયોગ નહીં થતા તે તમામ સાયકલ ધૂળ ખાઈ રહી છે. ત્યારે આ મામલે રાજકોટના મેયરનું પણ માનવું છે કે, થોડા સમય પહેલા જ ચાલુ કરવામાં આવેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને હળવો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટમાં શહેરીજનોની સવલત માટે રેસકોર્સ સહિત ત્રણ સ્થળે ચાલતો સાયકલ શેરિંગ પ્રોજેક્ટ યોગ્ય
જાળવણીના અભાવે ભંગારમા ફેરવાયો છે. દર વર્ષે 2 લાખના ખર્ચ છતાં સાયકલો ઉપયોગ કરવા જેવી રહી નહિ હોવાની ફરિયાદો ઉઠી છે.
2015માં સાયકલ શેરિંગ પ્રોજેક્ટની શરૂઆત કરાઇ હતી
2015માં શહેરીજનો માટે યુરોપીય દેશોની યોજનાના આધારે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ થયો હતો. જેમાં લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે સાયકલ વાપરીને શહેરમાં હરી ફરી શકે છે. હેલ્થ માટે રેસકોર્સમાં પણ સાયક્લિંગ કરી શકે તે માટે શરૂ કરાયો હતો. રેસકોર્સ ઉપરાંત ઈન્દિરા સર્કલ અને કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે સાયકલો રાખવામાં આવી હતી અને તેમાંથી રેસકોર્સ ખાતેની સાયકલોનો શરૂઆતમાં ઉપયોગ થયો હતો પણ સાયકલો રિપેર કરવામાં આવતી નહિ હોવાથી લોકોને મુશ્કેલી પડવા લાગી હતી.
પ્રોજેક્ટ હેઠળ 180 સાયકલ ખરીદવામાં આવી હતી
જેના કારણે ધીમે ધીમે સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાંથી લોકોનો રસ ઉડવા લાગ્યો છે. હાલ સાયકલો પડી છે પણ તેની હાલત જોતા ચલાવવાની ઈચ્છા થાય તેવી નથી રહી. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માટે 180 સાયકલ ખરીદવામાં આવી હતી. જેમાંથી 60 ટકા સાયકલોની હાલત ભંગાર થઈ ચૂકી છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ સફળ થઈ શક્યો નહિ હોવાથી માય બાઈક નામે ભાડાની સાયકલનો નવો પ્રોજેક્ટ પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલે શરૂ કરાવ્યો
હતો.
લોકોને ખાનગી સાયકલનો વિકલ્પ પણ અપાયો
જેમા હાલ કલાકનું રૂ.20 ભાડુ વસુલવામાં આવે છે. પણ સાયકલની કન્ડિશન સારી હોવાથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. નિઃશુલ્ક સાયકલ મળે છે તે ચલાવવા જેવી નહિ હોવાથી સાયકલ પ્રેમીઓએ પૈસા ખર્ચવા પડી રહ્યા છે. નિયમિત સાયક્લિંગ કરવા આવતા રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકા આ બારામાં અધિકારીએ જણાવ્યું હતું કે, સાયકલો સારી રીતે રિપેર થાય તે માટે અમે વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યો છે અને તેની જાળવણીના પ્રયાસો થઈ રહ્યાં છે. લોકોને ખાનગી સાયકલનો વિકલ્પ પણ અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.