તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Progressive Farmer In Rajkot Grows Vegetables With Music, Music Therapy Enhances The Taste Of Vegetables, People Flock To Shop

પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ:રાજકોટના પ્રગતિશીલ ખેડૂત સંગીતના સૂરોથી શાકભાજી ઉગાડે છે, મ્યુઝિક-થેરપીથી શાકભાજીનો સ્વાદમાં વધારો થયો, ખરીદી કરવા લોકો પડાપડી કરે છે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યજ્ઞ અને મ્યુઝિક દ્વારા છોડ પર મોટી અસર જોવા મળી
  • શાકભાજી માર્કેટને બદલે ખેતરેથી જ સીધું વેચાણ કરી રહ્યા છે
  • સવારે અઢી કલાક યજ્ઞ કરે છે, 19થી 21 પ્રકારની શાકભાજી ઉગાડે છે

સંગીત એ એક એવી કળા છે, જેની અસર સંગીતકારના પોતાના પર, તેની આજુબાજુની વ્યક્તિઓ પર અને વાતાવરણ પર પણ થાય છે. આ મ્યુઝિક-થેરપીથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. ત્યારે આ મ્યુઝિક-થેરપીનો પ્રયોગ એક રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે શાકભાજી ઉગાડવા માટે કર્યો છે અને એ પણ કોંક્રીટના જંગલ વચ્ચે, કારણ કે કોંક્રીટના જંગલ વચ્ચે ક્યારેય લીલોતરી જોવા મળે નહીં, પણ આ વાતને સાર્થક કરી છે રાજકોટના ખેડૂત રસિકભાઈ શીંગાળાએ. તેઓ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર આવેલી વાડીમાં કેમિકલ વગરના એટલે કે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરે છે. આ સાથે જ શાકભાજી ઉગાડતી વખતે તેઓ મ્યુઝિક-થેરપીનો પ્રયોગ કરે છે, જેમાં શાકભાજીના સ્વાદમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. રસિકભાઈની શાકભાજી ખરીદવા લોકો પડાપડી કરે છે.

રાજકોટના ખેડૂતનો નવતર પ્રયોગ.
રાજકોટના ખેડૂતનો નવતર પ્રયોગ.

મ્યુઝિક-થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે
રસિકભાઇએ 3થી 5 અઠવાડિયાં સુધી લાઇવ તિબેટિયન મ્યુઝિક વગાડી પ્લાન્ટ ઉપર એની શું અસર થાય છે એનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કર્યા બાદ તેમણે શાકભાજી ઉગાડતી વખતે મ્યુઝિક-થેરપીનો ઉપયોગ કર્યો. રસિકભાઈ રાજકોટની જનતાને અનુરૂપ સ્વાદિષ્ટ શાકભાજી ઉગાડવાનું શરૂ કરી સ્વાદની પૂર્તિ કરી રહ્યા છે. રસિકભાઇએ આ પ્રયોગને સૌપ્રથમ વખત રાજકોટ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર શરૂ કર્યો છે. તેમનું માનવું છે કે જેમ મનુષ્યના શરીરમાં સેલ રહેલા છે એ જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક-થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે.

ખેતરમાં મ્યુઝિક-થેરપી.
ખેતરમાં મ્યુઝિક-થેરપી.

મ્યુઝિક-થેરપીથી છોડની ઈમ્યુનિટી વધે છે
રસિકભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુઝિક-થેરપી માટે તેમના મિત્ર મ્યુઝિક એક્સપર્ટ પીયૂષ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો અને તેમના પ્લાન્ટને સપ્તાહમાં ત્રણથી પાંચ દિવસ સુધી તિબેટિયન મ્યુઝિક-થેરપી આપવા નિર્ણય કર્યો છે, જેમાં ખૂબ સારી અસર જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સવારે યજ્ઞ કરવામાં આવે છે. જેથી વાતાવરણ શુદ્ધ બને છે અને શાકભાજીને પૂરેપૂરો ઓક્સિજન મળે છે. યંત્ર દ્વારા ધ્વનિ ઉત્પન કરવામાં આવે છે, જેનાથી છોડને ફાયદો થાય છે અને ઈમ્યુનિટી વધે છે. આજે આ ખેડૂત 1000 રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.

વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે.
વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે.

9થી 21 પ્રકારની શાકભાજી ઉગાડીએ છીએ
યજ્ઞ અને યંત્ર દ્વારા છોડ પર મોટી અસર થાય છે. છોડ પર ઘણા પ્રકારના રોગો હોવા છતાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. અમે એન મ્યુઝિક-થેરપી આખો દિવસ આપીએ છીએ. મ્યુઝિકમાં અલગ અલગ મંત્ર હોય છે. અઢી કલાક યજ્ઞ કરીએ છીએ. 19થી 21 પ્રકારનું શાકભાજી ઉગાડીએ છીએ, જેમાં ગાજર, બટેટા, કોબિજ, રીંગણાં, મરચાં, ફ્લાવર, દૂધી, તુરિયા સહિતની શાકભાજીનો સમાવેશ થાય છે.

મ્યુઝિકથી સ્વાદ બદલાય છે.
મ્યુઝિકથી સ્વાદ બદલાય છે.

12 વર્ષથી પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે
છાણ કે ખાતર વગર તૈયાર થતી શાકભાજીનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 12 વર્ષથી આ ખેડૂત દ્વારા દવાના ઉપયોગ કર્યા વગર પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દવા અને કેમિકલના ઉપયોગથી જમીન અને શાકભાજીને નુકસાન તો થાય જ છે, પરંતુ એની સાથે સાથે લોકોના શરીરને પણ અલગ-અલગ રોગ થતા હોવાનું જોવા મળે છે, જેથી આ બધું જોઈને પૌષ્ટિક શાકભાજીનું વાવેતર કરવાનો વિચાર આવ્યો હતો અને આજે એમાં સફળતા પણ મળી છે.

રસિકભાઈ ખેતરમાંથી સીધું વેચાણ કરે છે
રસિકભાઈ શાકભાજીનું ઉત્પાદન કરે છે એ કોઇ બજાર કે માર્કેટમાં વેચવા જતા નથી, પરંતુ ખેતરેથી જ સીધું વેચાણ કરી રહ્યા છે. રસિકભાઇના જણાવ્યા પ્રમાણે, જે લોકો મારી શાકભાજી ખરીદે છે તેને દાઢે વળગ્યું હોય એમ રોજ ખરીદી કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...