તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પીએચ.ડી.નું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીની પજવણી કરનારા પ્રો. રાકેશ જોશી ઘરભેગા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • સિન્ડિકેટમાં CCTV કેમેરા, વંકાણીને બચાવવા અને મુખર્જીની સજા રદ કરવા મુદ્દે તડાફડી
  • અધ્યાપકોની પ્રાઇવસી જળવાતી નથી: ડો.રામાનુજ, પ્રાઇવસી ઘરમાં હોય નોકરીમાં નહીં:ડો.શુક્લ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી જેમાં અધ્યાપકોની ચેમ્બરમાંથી સીસીટીવી દૂર કરવા, વંકાણીને બચાવવા અને મુખર્જીની સજાનો નિર્ણય રદ કરવાના મુદ્દે ભારે તડાફડી બોલી હતી. જ્યારે અર્થશાસ્ત્ર ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની વિદ્યાર્થિનીને કિસ કરી લેવાના પ્રકરણમાં સંડોવાયલા ડો.રાકેશ જોશીને પોણા બે વર્ષની તપાસ બાદ ઘરભેગા કરી દેવાનો નિર્ણય કરાયો હતો. તેમજ એમપીએડ ભવનના પણ સ્ટાફને નોકરીમાં પરત ન લેવાનો અને આંતરિક ફરિયાદ સમિતિનો રિપોર્ટ વધુ સ્પષ્ટ આપવા સિન્ડિકેટમાં નિર્ણય કરાયો હતો.

સિન્ડિકેટ LIVE: રાજકીય અખાડા જેવી ટપાટપી ડો.ભરત રામાનુજ: સીસીટીવી કેમેરાથી અધ્યાપકોની પ્રાઇવસી જળવાતી નથી ડો.નેહલ શુક્લ: પ્રાઇવસી ઘર હોય ત્યાં હોય, ગવર્નમેન્ટ નોકરીમાં પ્રાઇવસી ન હોય ડો.ગિરીશ ભીમાણી: મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા હોવા જોઇએ. ડો.નીતિન પેથાણી: મોટાભાગના ભવનોના વડાએ પણ સીસીટીવી કેમેરા નાખવા લેખિત સહમતી આપી છે. (આ ચર્ચા દરમિયાન ડો.ભીમાણી અને ડો.રામાનુજ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થાય છે) ડો.ભરત રામાનુજ: વંકાણી સામે ફરિયાદ કરી તે વિદ્યાર્થિની જૂની સ્ટુડન્ટ છે હાલમાં નથી, તેમજ રિપોર્ટ પણ અસ્પષ્ટ છે. કુલપતિ ડો.પેથાણી: હાલના વિદ્યાર્થીઓએ પણ વંકાણી સામે ફરિયાદ કરી છે. તેમજ રિપોર્ટમાં પણ વંકાણી સામે આક્ષેપો પુરવાર થાય છે. ડો.ભરત રામાનુજ: અંગ્રેજી ભવનમાં ડો.સંજય મુખર્જીને સાંભળ્યા વગર સજા કરાઇ છે તે રદ કરો ડો.પ્રતાપસિંહ ચૌહાણ: ડો.ડોડિયા અને ડો.મુખર્જી બન્નેને સજા થઇ છે ત્યારે એકને સજાને અને એકને છોડી દેવાય નહીં. જે કાર્યવાહી કરવી હોય તે બન્નેના કિસ્સામાં કરો.

અધ્યાપકોની સજા ઘટાડી
સિન્ડિકેટના ઇતિહાસને કલંક લગાડે તેવો કિસ્સો બુધવારે બન્યો હતો. જેમાં અંગ્રેજી ભવનના બન્ને અધ્યાપકોને સજાના પ્રકરણમાં અંતે સિન્ડિકેટનો જૂનો નિર્ણય ફેરવી તોળી બન્ને અધ્યાપકોને માત્ર બે-બે વર્ષ પરીક્ષા કાર્યમાંથી બાકાત રખાશે.

એમપીએડ ભવન ક્રમશ: બંધ કરાશે
એમપીએડ ભવનને અંતે ક્રમશ: બંધ કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ અન્ય ભવનોમાં ગ્રાન્ટેડની સાથે ચાલતા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો પણ બંધ કરવા સર્વાનુમતે નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...