તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં નાઇટ કર્ફ્યૂનો ભંગ કરનાર 30 સામે કાર્યવાહી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 30 વાહન ડિટેન કર્યા

નાઇટ કર્ફ્યૂમાં પોલીસ ટપારતી નહીં હોવાનું ચિત્ર ઉપસતા બુધવારે રાત્રે પોલીસની મેગાડ્રાઇવ કોટેચા ચોકમાં રાખી હતી અને નાઇટ કર્ફ્યૂનો ભંગ કરનાર 52 લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી તો 30 વાહન ડિટેન કર્યા હતા.

પોલીસ ટીમે કોટેચા ચોકમાં 8.15 વાગ્યાથી 9.15 સુધી ત્યાંથી પસાર થતા તમામ વાહનોને રોક્યા હતા, કેટલાક લોકોએ હોસ્પિટલે જતા હોવાનું કેટલાકે દવા લેવા ગયાની વાતો કરી હતી, પોલીસે તમામ પાસેથી પુરાવા માગ્યા હતા, જે લોકો બિનજરૂરી રીતે બહાર નીકળ્યાનું સ્પષ્ટ થતા તેની સામે કાર્યવાહી કરી હતી. પોલીસે 52 લોકો સામે નાઇટ કર્ફ્યૂ અંગે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો તેમજ 30 વાહન ડિટેન કર્યા હતા.

ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નાઇટ કર્ફ્યૂ અમલી છે ત્યારે શહેરીજનોએ તેનું પાલન કરવાનું રહેશે, રાત્રીના 8 વાગ્યા સુધીમાં લોકોએ ઘરે પહોંચી જવાનું રહેશે, બિનજરૂરી રીતે બહાર નીકળનાર સામે કાર્યવાહીનો તેમણે નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...