હાલાકી:તબીબોને વહીવટી કામગીરી સોંપાતા ઓપીડીમાં સમસ્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં MBBS તબીબોને કચેરીમાં ફાઈલો ઉથલાવવાના કામ અપાયાં

રાજકોટમાં આરોગ્ય કેન્દ્રોની હાલત કથળી રહી છે કારણ કે, જેમની નિમણૂક દર્દીઓના નિદાન અને સારવાર માટે કરાઈ હતી તેને હવે વહીવટી કામો સોંપી દેવાતા દર્દીઓ પીસાઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રો એમબીબીએસને બદલે હોમિયોપેથના ભરોસે ચાલી રહ્યા છે.

રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં સદર આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા આરોગ્ય કેન્દ્ર તેમજ નવું મંજૂર થયેલું મુંજકા આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ તબીબ નથી તેને બદલે બીએએમએસ તેમજ બીએચએમએસ તબીબો મુકાયા છે. જ્યારે મનપાની વડી કચેરીએ 3 વર્ગ-1, એક નાયબ આરોગ્ય અધિકારી છે અને બે એમબીબીએસ તબીબોને ઈએમઓ અને ક્યુએમઓની ફરજ સોંપાઈ છે.

તેમને અન્ય આરોગ્ય કેન્દ્રમાં ચાર્જ આપી શકાતો હતો પણ તે શક્ય બન્યું નથી. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાં સ્થિત વધુ કથળેલી છે. 20 આરોગ્ય કેન્દ્રોમાં બોન્ડેડ તબીબોને મુકાયા છે જે એક જ વર્ષમાં છૂટા થઇ જશે.

બોન્ડેડ તબીબો એક જ વર્ષ માટે હોવાથી છૂટા થાય અને નવા આવે ત્યાં સુધીમાં ખાસ્સો સમય વિતી જાય છે તેમજ એનએચએમની ગ્રાન્ટ મારફત જે તબીબો રાજ્ય સરકારે નિમ્યા હતા તેના પણ કોન્ટ્રાક્ટ રીન્યુ થઈ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...