એજ્યુકેશન:સંભવત: જુલાઈમાં પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ યોજવાની તૈયારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સિલના કોર્સ ચાલતા ભવનોના અધ્યાપકોનું લાયક અને ગેરલાયકનું લિસ્ટ હવે જાહેર થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અને કરારી પ્રોફેસરની ભરતી માટે સરકારની મંજૂરી મળ્યા બાદ યુનિવર્સિટીએ તૈયારી શરૂ કરી દીધી છે. સરકારે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે અને તેના નિયમના આધારે જ ભરતી પ્રક્રિયા કરવા સૂચના આપી છે ત્યારે યુનિવર્સિટીમાં કાયમીની 52 જેટલી અને કરારી પ્રોફેસરની 64 જેટલી જગ્યા ભરવા સંભવત: આગામી જુલાઈ માસમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ માટે યુનિવર્સિટીએ બહારની યુનિવર્સિટીના વિષય નિષ્ણાત, રાજ્યપાલના પ્રતિનિધિ, સરકારના ક્લાસ-1 અધિકારીનો સમય પણ માગ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં ડીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નહીં પરંતુ રાજ્યની અન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી બોલાવાશે.

યુનિવર્સિટીએ કાયમી પ્રોફેસરોની 2019ની જાહેરાતોના આધારે ક્યા ઉમેદવાર ભરતી માટે લાયકાત ધરાવે છે અને ક્યાં લાયકાત ધરાવતા નથી તેનું લિસ્ટ વેબસાઈટ પર જાહેર કરાયું હતું જેમાં કાઉન્સિલની મંજૂરીથી જે ભવનોમાં કોર્સ ચાલે છે તે ભવનોના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું ન હતું. હવે આગામી દિવસોમાં કાઉન્સિલના ભવનો જેવા કે એમબીએ, ફાર્મસી, એજ્યુકેશન ભવનમાં પણ ક્યાં ઉમેદવાર લાયક છે અને ક્યાં લાયક નથી તેનું લિસ્ટ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...