• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • | Pro. Rakesh Joshi Terminated But Salary Is Still On, Salary Paid Even After Syndicate Resolution As Last Notice Is Pending

ઉદાર સત્તાવાહકો:પ્રોફેસર રાકેશ જોશીને ટર્મિનેટ કરી દીધા પણ પગાર હજુ ચાલુ, છેલ્લી નોટિસ બાકી હોવાથી સિન્ડિકેટના ઠરાવ બાદ પણ પગાર ચૂકવાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસનો જવાબ આવ્યા બાદ પણ ઠરાવ મુજબ ઘરભેગા જ કરવા પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.નો કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીની પજવણી કરવાના પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીને ટર્મિનેટ કરવાના સિન્ડિકેટના ઠરાવ બાદ પણ તેનો પગાર ચાલુ રખાતા શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી.નો કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીની ગત ડિસેમ્બર-2018માં એસોસિએટ પ્રોફેસર જોશીએ પજવણી કરી હતી. સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ દિવ્ય ભાસ્કરે કર્યા બાદ ફેબ્રુઆરી-2019માં રાકેશ જોશીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા અને એન્ટિ વુમન્સ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને તપાસ સોંપવામાં આવી હતી અને તેની તપાસ પરથી સમગ્ર પ્રકરણની તપાસ નિવૃત્ત જજ એ.પી. ત્રિવેદીને સોંપાઇ હતી.

નિવૃત્ત જજ એ.પી.ત્રિવેદી ગત 30 જુલાઇના રોજ બંધ કવરમાં રિપોર્ટ આવ્યા બાદ 5 ઓગસ્ટના રોજ સિન્ડિકેટની બેઠકમાં કવર ખોલવામાં આવ્યું હતું અને તપાસ સમિતિના રિપોર્ટના આધારે સિન્ડિકેટે રાકેશ જોશીને ટર્મિનેટ કરી ઘરભેગા કરી દેવાનો હુકમ કર્યો હતો. આમ છતાં રાકેશ જોશીનો પગાર ચાલુ રખાતા અનેક સવાલો ઉઠ્યા છે. સત્તામંડળથી ઉપર કોઇ હોય છે કે જેને સ્ટેચ્યૂટ અને એક્ટની જોગવાઇ મુજબ રાકેશ જોશીને સાંભળવાની અને તેની રજૂઆતના આધારે ટર્મિનેટનો નિર્ણય રદ કરવાની સત્તા છે?

મહેકમ વિભાગના રાકેશ દેસાઇએ જણાવ્યું હતું કે, રાકેશ જોશીને ટર્મિનેટ કરવાના નિર્ણય પછી તેની પ્રોસિજર કરવાની થાય છે જેમાં તેમને ‘તમને ટર્મિનેટ કેમ ન કરીએ’ તેવી નોટિસ આપી રજૂઆતની છેલ્લી તક આપવાની હોય છે જે પ્રક્રિયા કુલપતિ સહિતના સ્ટાફને કોરોનાના રિપોર્ટ આવતા બાકી છે. આ પ્રક્રિયા લીગલ વિભાગે કરવાની થાય છે. તેથી પગાર ચૂકવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...