આક્રોશ:રાજ્યની વીજ કંપનીઓના ખાનગીકરણથી વીજદર વધશે, વીજ કર્મીઓએ વિરોધ કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓના વહીવટીકરણ ખાનગી કંપનીને સંચાલન અને નિભાવની કામગીરી સોંપી ખાનગીકરણ કરવાની કાર્યવાહી સરકારે હાથ ધરી છે ત્યારે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશને આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર હસ્તકની વીજકંપનીઓનું ખાનગીકરણ ન કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. વીજ યુનિયનોએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવાથી વીજદરમાં વધારો થશે અને વેપારીકરણની વૃત્તિ ઉદભવશે. રજૂઆતમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં સરકાર દ્વારા ખાનગી કંપનીઓને વીજ ઉત્પાદન અને વીજ વિતરણ ક્ષેત્રે લાયસન્સ ઇસ્યૂ કરતા વેપાર કરવાના હેતુસર બેન્કો દ્વારા ખાનગી કંપનીઓને અબજો રૂપિયાનું ફંડ કરવામાં આવેલું. આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવા એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઇ પટેલ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ બી.એમ.શાહે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...