તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય પર તંત્ર અડગ:NOC ન મળતા ખાનગી શાળાઓએ ડોમ હટાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેઓ ડોમ નહિ હટાવે તેમને એનઓસી નહિ જ મળે તેવા સ્પષ્ટ નિયમ સામે ઝૂકવું પડ્યું

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓને આખરે અગાશીઓ પર ખડકેલા ડોમ હટાવવાની ફરજ પડી છે કારણે કે, ડોમ સહિત એનઓસી નહિ આપવાના નિર્ણય પર તંત્ર અડગ રહ્યું છે. શાળાના સંચાલકોએ થોડા સમય પહેલા મનપા સાથે તેમજ ફાયર શાખા સાથે બેઠક કરીને ફાયર એનઓસીના નિયમોમાં છૂટછાટ કરવાની માંગ કરી હતી. જેમાં ખાસ કરીને ડોમનો ઉલ્લેખ પણ હતો જોકે ડોમ હશે તો એનઓસી ન જ મળે તેવી સ્પષ્ટ ગાઈડલાઈન હોવાથી આ માંગ સ્વીકારવામાં આવી નથી.

ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરના જણાવ્યા અનુસાર ઘણી શાળાઓએ અગાશી પરથી ડોમ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિઝિટ દરમિયાન જે જગ્યાએ ડોમ જોવા મળશે તેને એનઓસી નહીં આપવામાં આવે. એનઓસી આપ્યા બાદ જો ડોમ ઊભો કરાશે તો રિન્યૂઅલમાં તે મુદ્દો લેવામાં આવશે. હાલ 500થી વધુ શાળાઓનું લિસ્ટ આવી ગયું છે જેમાં 150 શાળાએ રિન્યૂઅલ માટેની અરજી કરી છે.

બાયોમેડિકલ વેસ્ટ ફેંકતી હોસ્પિટલને 10,000નો દંડ
શહેરના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલે ટિપરવાનમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંક્યાનું સામે આવતા હોસ્પિટલને સોલિડ વેસ્ટ શાખાએ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમ મનપાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો