મોટી દુર્ઘટના ટળી:રાજકોટમાં ખાનગી સ્કૂલની બસમાં શોર્ટ સર્કિટથી વિકરાળ આગ લાગી, અંદર વિદ્યાર્થીઓ ન હોવાથી કોઈ જાનહાનિ નહીં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગમાં સ્કૂલ બસ ખાખ. - Divya Bhaskar
આગમાં સ્કૂલ બસ ખાખ.

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ભારત ટાયરની બાજુમાં આજે અચાનક સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે, તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જો કે, સદનસીબે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી કોઈ જાનહાનિ પહોંચી નથી.

પતંજલિ સ્કૂલની બસમાં આગ લાગી
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ભારત ટાયર નજીક પતંજલિ સ્કૂલની બસ નંબર GJ-03-AX-0575 પસાર થઇ રહી હતી. બાદમાં પાછળના ટાયરમાં પંચર પડ્યું હોવાથી સાઇડમાં બસ પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન અચાનક બસમાં કોઈ કારણોસર આગ લાગતા દુર્ઘટના સર્જાઇ હતી. જે અંગે જાણ ફાયર વિભાગને કરવામાં આવતા એક ફાયર ફાઇટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

બસમાં પંચર પડતા ડ્રાઈવર પંચર કરાવવા ગયો હતો.
બસમાં પંચર પડતા ડ્રાઈવર પંચર કરાવવા ગયો હતો.

પંચર પડતા ડ્રાઈવર પંચર કરાવવા લઇ ગયો હતો
આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા પતંજલિ સ્કૂલના ટ્રસ્ટી વિનોદભાઈ કાછડીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, બસમાં પંચર પડવાના કારણે ભારત ટાયર નજીક સ્કૂલ બસ લઇ ડ્રાઈવર દ્વારા પંચર કરાવવા માટે લઇ જવામાં આવી હતી. જો કે, બસ સાઈડમાં પાર્ક કરી દેવામાં આવતા અચાનક બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે, આ સમયે બસમાં કોઈ વિદ્યાર્થી સવાર નહોતા માટે કોઇ જાનહાનિ થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...