અકસ્માત:રાજકોટ-જૂનાગઢ વચ્ચે ચાલતી ખાનગી મિની બસ ગોંડલના ચરખડી ગામ પાસે પલ્ટી, 11 મુસાફરોને ઇજા

ગોંડલએક મહિનો પહેલા
ગોંડલના ચરખડી ગામ પાસે બસ પલ્ટી મારી ગઈ.
  • ઇજાગ્રસ્ત મુસાફરોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

ગોંડલ નજીક નેશનલ હાઈવે અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે. ત્યારે ચરખડીના પાટીયા પાસે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડતી ખાનગી મિની લક્ઝરી બસ પલ્ટી મારી જતા 11 મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત ગોંડલ ખસેડાયા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડતી સના લખેલી GJ-11-TT-8586 નંબરની મિની લક્ઝરી પર પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા દીપાબેન રમેશભાઈ ડામોર, હરેશભાઈ સોમાભાઈ બારીયા, સાહિલ કનુભાઈ વસુનિયા, જામસિંગ ખુમાણસિંગ મસાર, જીલુબેન કમાભાઈ જુણેજા, સલમાબેન જાહિદભાઈ જુનેજા, રમેશભાઈ પાંગળા ભાઈ ડામોર, સારુભાઈ આપસિંગ વસુનિયા, અશોકભાઈ બાબુભાઇ ભોજવીયા, રાકેશભાઈ આપસિંગ વસુનિયા અને કુસુમબેન જામસિંગ મસારને ઇજા પહોંચી હતી.

બસ પલ્ટી મારતા મુસાફરોએ ચીચીયારી કરી હતી.
બસ પલ્ટી મારતા મુસાફરોએ ચીચીયારી કરી હતી.

સ્થાનિક લોકો મદદે આવ્યા
ઇજાગ્રસ્તોને નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ સહિતના સેવાભાવીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ ખસેડાયા હતા.