તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Private Hospital Doesn't Get Staff, Nurses Reduced Despite Offer Of Rs 45,000 Instead Of Rs 15: Ward Boy Gets Rs 30,000 But Doesn't Get It

સ્ટાફની અછત:ખાનગી હોસ્પિટલને સ્ટાફ મળતો નથી, 15ના બદલે 45 હજારના પગારની ઓફર છતાં નર્સની ઘટ: વોર્ડ બોયને 30 હજાર અપાઈ છે છતાં મળતાં નથી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એટેન્ડસને બેડશીટ બદલવી, સાફ-સફાઈ તેમજ દર્દીઓને શિફ્ટ કરવા સહિતના કામ કરવાના હોવાથી તેઓમાં ચેપનો સૌથી વધુ ભય

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં ચિતાજનક હદે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને એટેન્ડન્સની ભારે અછત સર્જાઇ છે અને તેના પરિણામે હાલમાં નર્સ અને એટેન્ડન્સના પગારમાં ખાનગી હોસ્પિટલે બેથી ત્રણ ગણાનો વધારો કરવો પડ્યો છે. પગાર વધારા બાદ પણ નર્સિંગ સ્ટાફ અને એટેન્ડન્સ પૂરતા પ્રમાણમાં મળતા નથી. રાજકોટ શહેર-જિલ્લામાં તાજેતરમાં એટેન્ડન્સની અછત સર્જાતા વહીવટી તંત્રે અમદાવાદ અને અન્ય જિલ્લામાંથી 200 જેટલા એટેન્ડન્સ લાવ્યા હતા. તેવી જ રીતે નર્સિંગ સ્ટાફની અછત હોય રાજકોટની 6 નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 166 જેટલી વિદ્યાર્થિનીઓને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નિમણૂક અપાઇ હતી.

કોરોનામાંથી સાજા થયા બાદ પરિવારજનો નર્સને ઘેર લઈ જતા હોય સર્જાઈ છે અછત
રાજકોટમાં 25થી વધુ ખાનગી હોસ્પિટલ અને ટ્રસ્ટની હોસ્પિટલ કોરોનાની સારવાર કરી રહી છે ત્યારે કોરોનાની મહામારીનો ભોગ નર્સિંગ સ્ટાફ અને એટેન્ડન્સ બનતા હોવાની ઘટના પણ બનતી હોય છે. આથી તેના પરિવારજનો ચિંતામાં મુકાઇ છે અને પોતાની દીકરીને કોરોનાની બીમારીમાં સારું થાય એટલે નોકરી છોડાવીને ઘરે જ લઇ જતા હોય હાલમાં નર્સિંગ સ્ટાફની ભારે અછત જોવા મળે છે. આઇસીયુમાં દર બે કે ત્રણ બેડે એક નર્સ અને એક એટેન્ડન્સની જરૂર હોય છે અને ત્રણ શિફ્ટમાં 3 નર્સ અને 3 એટેન્ડન્સની જરૂર પડે છે. જે મુજબ સ્ટાફ મળતો નથી. - ડો.જય ધીરવાણી, પ્રમુખ આઇએમએ, રાજકોટ

સૌથી મોટું જોખમઃ નર્સ અને એટેન્ડન્સ આ કારણથી થાય છે કોરોનાગ્રસ્ત
વર્ગ-4ના કર્મચારીઓ એટલે કે એટેન્ડન્સને બેડશીટ બદલાવવી, સાફ-સફાઇ કરવી, દર્દીને વોશરૂમ લઇ જવા, શિફ્ટ કરવા, બેડશીટ તથા કપડાં ક્લીનિંગ કરવા સહિતની કામગીરી કરવાની હોય છે અને નર્સને તબીબની ગાઇડલાઇન મુજબ દર્દીને દવા, ઇન્જેક્શન સહિતની ટ્રીટમેન્ટ આપવાની હોવાથી કોરોનાગ્રસ્ત થવાની પૂરતી ભીતિ રહેલી હોય છે.

દર બે થી ચાર દર્દીએ એક નર્સ અને એટેન્ડન્સની જરૂર પડે છે
કોરોનાની સારવારમાં જીવનું જોખમ હોય નર્સના પગાર જે અગાઉ રૂ.12 થી 15 હજાર હતા તે વધારીને રૂ.30 થી 45 હજાર કરી દેવા પડ્યા છે. તેવી જ રીતે એટેન્ડન્સના પગાર અગાઉ 12 થી 15 હજાર હતા જે વધારીને રૂ.25 થી 30 હજાર કરાયા છે. આમ છતાં આ પગારમાં પણ ખાનગી હોસ્પિટલને જરૂરિયાત મુજબનો સ્ટાફ મળતો ન હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. હાલ કોરોના દર્દી માટે સ્ટાફની જરૂરિયાત વધુ છે પરંતુ લોકો ડરને કારણે કોરોના હોસ્પિટલમાં કામ કરવાનું પસંદ કરતા નથી.

5000 નર્સ-એટેન્ડન્સની જરૂરિયાત સામે 3000 જેટલા ઉપલબ્ધ છે
ખાનગી હોસ્પિટલમાં 5000 જેટલા નર્સ અને એટેન્ડન્સની જરૂરિયાત છે જેની સામે 3000 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં કાયમી અને કોન્ટ્રાકચ્યુઅલ 900 જેટલો નર્સિંગ સ્ટાફ તથા વર્ગ-4નો 950 જેટલો સ્ટાફ છે. - ડો.ભાવિન કોઠારી

અન્ય સમાચારો પણ છે...