નિર્ણય:શાસ્ત્રીમેદાનમાં હવે ખાનગી બસને પ્રવેશનિષેધ, ગેટ બનશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિડેવલપમેન્ટ કરવા તંત્રએ ફાઈલ તૈયાર કરી, દીવાલ બનાવવાનું કામ શરૂ કરી દીધું

રાજકોટના શાસ્ત્રીમેદાનને રિડેવલપમેન્ટ કરવા માટે તંત્રએ ફાઇલ તૈયાર કરી છે. હાલ દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે બન્યા બાદ ગેટ બનાવાશે જેથી હાલ ગેરકાયદે પાર્ક થતી ખાનગી બસનો પ્રવેશ બંધ કરાશે તેમજ કચરો ઠાલવવાનું પણ ઓછું થશે. આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ આવતા શહેરીજનો માટે ફરવાનું વધુ એક સ્થળ મળશે જેમાં બાળકો માટે પ્લે એરિયા, વોકિંગ અને રનિંગ ટ્રેક પણ હશે.

ઓડિટોરિયમ બનાવવા પણ વિચારણા છે. આ આયોજન ઉપરાંત રાજકોટમાં ટૂરિઝમ સર્કિટ માટે 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ સરકાર ફાળવે તે માટેની દરખાસ્ત પણ વહીવટી તંત્રએ મોકલી છે આ ગ્રાન્ટમાંથી કોનોટ હોલ અને માહિતી ખાતાની કચેરીમાં પુરાતન અને સાંસ્કૃતિક વારસાથી પ્રવાસીઓ અવગત થાય તેના પ્રયાસો કરાશે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રીમેદાનમાં ગંદકીના પણ ગંજ ખડકાય છે કારણ કે, અહીં અમુક અસામાજિક તત્વો પડ્યા પાથર્યા રહે છે અને ગેરપ્રવૃત્તિઓ પણ ચાલે છે જેના પર પણ રોક આવશે.

અન્ય સમાચારો પણ છે...