તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વેચેલી મિલકત ઉપર દંપતીની 45 લાખની લોન લઇ ઠગાઇ, ખાનગી બેંકના અધિકારીએ તાલુકા પોલીસમાં નોંધાવી ફરિયાદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેચી નાખેલી મિલકત ઉપર ખાનગી બેંકમાંથી લાખો રૂપિયાની લોન મેળવી દંપતીએ છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુ સ્મોલ ફાયનાન્સ નામની ખાનગી બેંકના અધિકારી અજય રમેશભાઇ સોલંકીએ કોઠારિયા રોડ, ગોકુલપાર્ક-2માં રહેતા રામસીંગ ભીમજી કટારીયા અને તેની પત્ની આશા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, દોઢસો ફૂટ રિંગ રોડ, બાલાજી હોલ પાસે બેંકની મેઇન બ્રાંચ આવેલી છે.

દરમિયાન ઉપરોક્ત દંપતી બેંક પર આવી મોર્ગેજ લોન લેવાની વાત કરી હતી. અને સાથે કોઠારિયા ગામના જમીન, મકાનના દસ્તાવેજ સાથે લાવ્યા હતા. આ સમયે દંપતીએ એક મંડળીમાંથી 25 લાખની લોન લીધી હોવાની પણ વાત કરી કુલ 42 લાખની લોન લેવાની વાત કરી હતી. બાદમાં વકીલ મારફત તપાસ કર્યા પછી વેલ્યુઅરે રિપોર્ટ આપ્યો હતો. બાદમાં તેમની મિલકતના ભાડુઆત પાસે તેઓ સમયસર ભાડુ ચૂકવતા હોવાનું લખાણ કરી નોટરી કરાવ્યું હતું. બધી ખરાઇ કર્યા બાદ દંપતીને લોન આપવામાં આવી હતી. લોન મેળવ્યા બાદ દંપતીએ લોન ચૂકવવા માટેના 144 હપ્તા પૈકી 19 હપ્તા સમયસર ભર્યા હતા.

બાદમાં ત્રણ હપ્તા ચડત થતા અનેક વખત હપ્તાની રકમ ચૂકવવા જણાવાયું હતુ. તેમ છતા હપ્તા નહીં ચૂકવતા તપાસ કરતા દંપતીએ જે દસ્તાવેજ પરથી લોન મેળવી હતી. તે મિલકત તેની માતા સંતોકબેનના નામની હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવતા વિવાદ સર્જાયો હતો. જેને કારણે વિવાદ લાંબો સમય ચાલતા દંપતી સામે કુલ 88 હપ્તા ચડત થઇ ગયા હતા

મિલ્કત વેંચાઇ એટલે લોન ભરપાઇ કરી દેવાના વાયદા કરવા છતા લાંબા સમય સુધી ચડત રકમ ચૂકવી ન હતી. અંતે દંપતિએ બેંક સાથે કુલ 45 લાખની છેતરપીંડી કરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાએ તપાસ હાથ ધરી છે.

પૈસાની ઉઘરાણી કરતા યુવાનને બે શખ્સે માર માર્યો
શહેરના વિનાયક વાટિકામાં રહેતા મોહિત હરિસિંહ સોલંકી નામના યુવાનને બે અજાણ્યા શખ્સે માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાનના જણાવ્યા મુજબ, તેણે તેના મિત્ર જીલ જાનીને 40 હજાર ઉછીના આપ્યા હતા. ઉછીના નાણાંની સામે જીલે તેનો કેમેરો પોતાને આપ્યો હતો. દરમિયાન જીલે ગુરૂવારે સાંજે માયાણીચોકમા બોલાવ્યો હતો. જેથી પોતે ત્યાં જતા જીલે કેમેરો પાછો માંગતા પહેલા ઉછીના લીધેલા રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારે જીલ પોતે પૈસા લઇ આવે છે તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં તેની સાથેના બે અજાણ્યા શખ્સ તેની પાસે આવી ઝઘડો કરી માર મારતા ઇજા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...